તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબિનાર:કોરોના વેક્સિન બ્લેક ફંગસના ચેપની શક્યતાને પણ ઘટાડે છે: ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ પેનલના નિષ્ણાતો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ પ્રતિકાત્મક તસવીર છે - Divya Bhaskar
આ પ્રતિકાત્મક તસવીર છે
  • હર્ડ ઇમ્યુનિટીથી 3જી લહેરની તીવ્રતા બીજી લહેર કરતાં ઓછી તીવ્ર હશે
  • રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે લોકોને દર વર્ષે ફ્લૂ જેવા બૂસ્ટર શોટની જરૂર પડશે

ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ ખાતે ‘કોવિડ -19: શીખવા મળેલા પાઠો અને આગામી આયોજન’ પરની પેનલ ચર્ચામાં પેનલિસ્ટોએ ડેલ્ટા પ્લસ કોવિડ-19 વેરિયન્ટ ચિંતાનું કારણ રહ્યો છે અને ઝડપી રસીકરણ એ એકમાત્ર શસ્ત્ર આપણા હાથમાં છે એવો સૂર વ્યક્ત કર્યો હતો. તાત્કાલિક રસીકરણ આપણને હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે, તે ઉપરાંત બ્લેક ફંગસ, આરોગ્યની ગંભીર સમસ્યાઓ, આડઅસરો, લોહી ગંઠાઈ જવું અને ગૌણ ચેપોની શક્યતાને પણ તે ઘટાડે છે. પેનલના સભ્યોએ એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે જો આપણે આપણી સુરક્ષાને ઓછી કરીશું, તો ત્રીજી લહેર નિકટવર્તી છે અને સંભવત. ઓગસ્ટમાં શરૂ થશે અને નવેમ્બરમાં પરાકાષ્ટાએ પહોંચી શકે છે.

'રોગ પ્રતિકારક શક્તિ વધારવા બૂસ્ટર શોટની દરવર્ષે જરૂર પડશે'
અમદાવાદના જેનોમિક મેડિસિનના ન્યુબર્ગ સેન્ટરના ડાયરેક્ટર ડો. ભાવિની શાહે જણાવ્યું હતું કે, "કોવિડ-19ની રસીના બીજા ડોઝ સાથે રસી લેનારા અસંખ્ય લોકોના એન્ટિબોડીના પરીક્ષણો એવો નિર્દેશ કરે છે કે વસ્તી માટે બૂસ્ટર શોટ્સની જરૂર પડી શકે છે. ગુજરાતમાં અમારા દ્વારા લગભગ 30,000 લોકોના એન્ટિબોડી સ્તરોની તપાસ કર્યા બાદ આ તારણો બહાર આવ્યા છે. આ સંખ્યામાંથી, સંશોધનકારોએ 500 આરોગ્યસંભાળ કાર્યકરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અમને જણાયું છે કે પ્રતિકારક શક્તિ વધારવા માટે લોકોને દર વર્ષે ફલૂ જેવા બૂસ્ટર શોટની જરૂર પડશે."

'વેક્સિનથી મ્યુકોરમાઇકોસિસ થવાનું જોખમ ઓછું'
ચેન્નાઈમાં મદ્રાસ ઇએનટી રિસર્ચ ફાઉન્ડેશનના સ્થાપક, ઓટોરિનોલેરિંગોલોજિસ્ટ, પ્રોફેસર અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત, ડો.મોહન કામેશ્વરને જણાવ્યું હતું કે, “આપણને માર્ચ મહિનામાં મ્યુકોરમાઇકોસિસનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો, માર્ચમાં 2થી 3 કેસો વધીને મેમાં 10થી 15 કેસો થઈ ગયા હતા, જેમનો મૃત્યુ દર 40 ટકાથી 50 ટકા હતો. કેસો વધ્યા હોવા છતાં તેનું પ્રમાણ ધાર્યું હતું એટલું ઊંચું નથી. મુખ્ય મુદ્દો મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે સંબંધિત દવાઓના અભાવનો છે. તમિળનાડુ વિસ્તારમાં, ફેલાયેલો મ્યુકોરમાઇકોસિસ મહામારીની અંદર મહામારી બની ગયો હતો.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “મારી પાસે આવેલા બ્લેક ફંગસના દર્દીઓમાંથી 60થી 70 ટકા દર્દીઓએ રસી લીધી ન હતી, 25-30 ટકા લોકોએ એક ડોઝ લીધો હતો અને 5 ટકાથી ઓછાએ બંને ડોઝ લીધા હતા. આમ, જે લોકોએ બંને ડોઝ લીધા છે તેમને કોવિડ -19 ચેપથી બચવાની સારી તક છે અને બ્લેક ફંગસ થવાની શક્યતા ખૂબ ઓછી છે."

'કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતા ઓછી ઘાતક હશે'
દિલ્હીની બીએલકે મેક્સ હોસ્પિટલના સીનિયર ડાયરેક્ટર અને એચઓડી-ઇન્ટર્નલ મેડિસિન, ડો. રાજિન્દર કુમાર સિંઘલે ત્રીજી લહેર પર જણાવ્યું કે, " આપણે હજુ બીજી લહેરમાંથી બહાર આવ્યા નથી પરંતુ ત્રીજી લહેર માટે તૈયાર છીએ. રસીકરણ વધવાના કારણે ત્રીજી લહેર બીજી લહેર કરતા ઓછી તીવ્ર રહેવાની ધારણા છે. લગભગ 21% ભારતીય વસ્તીને પ્રથમ ડોઝ મળ્યો છે અને 4% લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે. જોકે, ઝડપી રસીકરણ, કોવિડ-19 અંગે યોગ્ય આચરણ અને સુપર સ્પ્રેડર બનાવોની ગેરહાજરી ચેપનો ફેલાવો રોકવા માટે ચાવીરૂપ બનશે.”

'રસીથી ઉત્પન્ન એન્ટીબોડી અન્ય સમસ્યા સામે રક્ષણ આપે છે'
મુંબઈમાં નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેપી રોગોના નિષ્ણાત અને જનરલ ફિઝિશિયન, ડો. હેમલતા અરોરાએ જણાવ્યું હતું કે, “રસી દ્વારા ઉત્પન્ન થયેલા એન્ટિબોડીઝ કોવિડ, જટીલ સમસ્યાઓ, આડઅસરો, લોહી ગંઠાઈ જવું, ગૌણ ચેપો સામે રક્ષણ આપે છે, તેથી વ્યક્તિએ રસી લેવી જ જોઈએ."