ભરતી:GUમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર સહિતની 119 પોસ્ટ પર ભરતીની જાહેરાત

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 3 વર્ષથી ખાલી પડેલી વિવિધ જગ્યાઓ ભરવાનો નિર્ણય
  • ઉમેદવારો 3 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે

ગુજરાત યુનિવર્સિટીએ છેલ્લા ત્રણ વર્ષથી ખાલી રહેલી ચીફ એકાઉન્ટ ઓફિસર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, લાઈબ્રેરિયન, લેડી મેડિકલ ઓફિસર સહિતની 119 બિન શૈક્ષણિક વહીવટી કર્મચારીઓની ભરતીની જાહેરાત કરી છે.

ઉમેદવારો 11 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે, જ્યારે 5 નવેમ્બર સુધીમાં ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટની ફિઝિકલ કોપી સાથેની અરજી જમા કરાવવાની રહેશે.જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઈન રૂ.650 ફી ભરવાની રહેશે, જ્યારે અનામત કેટેગેરીના ઉમેદવારો માટે રૂ.400 ફી નક્કી કરાઇ છે. યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર વહીવટી કર્મચારીઓ અધિકારીઓની પોસ્ટની ભરતીની જાહેરાત કરાઈ છે. જાહેર કરાયેલી પોસ્ટની સામે જગ્યા માટે માગેલી શૈક્ષણિક લાયકાત પણ મુકાઇ છે.

આ ઉપરાંત મેથ્સ, લાઈબ્રેરિયન એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ, કેમેસ્ટ્રી, સાયકોલોજી, લાઈફ સાયન્સ, ફિઝિકલ એજ્યુકેશન, હિન્દી, માઈક્રોબાયોલોજી, આંકડાશાસ્ત્ર વગેરે વિષયના પ્રોેફેસર, એસો. પ્રોફેસર, આસિસ્ટંટ પ્રોફેસરની 47 જગ્યાની ભરતી માટે ઉમેદવારો 15 ઓક્ટોબર સુધી અરજી કરી શકશે. જાહેરાત અનુસાર આ ભરતી માટે પણ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની અંતિમ તારીખ 15 ઓક્ટોબર છે.

આ વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે
જાહેર કરેલી ભરતીમાં ડાયરેક્ટર, પ્રિન્સિપાલ સાયન્ટિફિક ઓફિસર, ચીફ એકાઉન્ટ ઓફિસર, ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન, ડેપ્યુટી રજીસ્ટ્રાર, પ્રેસ મેનેજર, લાઈબ્રેરીયન, સિનિયર સાયન્ટિફિક ઓફિસર, સિસ્ટમ એનાલિસ્ટ, સીસ્ટમ એન્જિનિયર, આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર, પ્રોગ્રામર, યુનિવર્સિટી એન્જિનિયર, લેડી મેડિકલ ઓફિસર, પીએ ટુ રજિસ્ટ્રાર કમ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, સ્ટેનોગ્રાફર ગ્રેડ-1, ટેકનિકલ આસિસ્ટન્ટ, ડેપ્યુટી એન્જિનિયર (સિવિલ), સહિતની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...