GPSCની ભરતીમાં ઘટાડો:2016-17માં 3715ની સામે 2020-21માં 1474 ઉમેદવારની જ ભરતી કરી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જીપીએસસીએ વાર્ષિક અહેવાલ જાહેર કર્યો, હાલની 11 ભરતીમાં 6.46 લાખે અરજી કરી
  • ચાલુ વર્ષે એકપણ જગ્યા માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી નથી
  • 2018-19માં 2673 ઉમેદવારની ભરતી થઈ

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)એ જાહેર કરેલા 2020-21ના વાર્ષિક અહેવાલ અંતર્ગત છેલ્લાં પાંચ વર્ષમાં જીપીએસસી દ્વારા કરવામાં આવતી ભરતીમાં ઘટાડો થયો છે. વર્ષ 2016-17માં 3715 ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી, 2020-21માં તે ઘટીને 1474 થઈ હતી. આ ઉપરાંત વિવિધ પરીક્ષાના પરિણામ બાદ ઉમેદવારોના કોર્ટ કેસમાં પણ વધારો થયો છે. જ્યારે વર્ષ દરમિયાન ઉમેદવારોએ ફી પેટે 1.81 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે. દરેક જગ્યા માટે ઉમેદવારોની સંખ્યા વધતા જીપીએસસીની આવક પણ વધી છે.

જીપીએસસીના વાર્ષિક અહેવાલ પ્રમાણે, જીપીએસસીએ ચાલુ વર્ષે પણ અગાઉના જેવી જ પરીક્ષા પ્રક્રિયા ચાલુ રાખી છે. જ્યારે જીપીએસસી દ્વારા હાલના વર્ષની એક પણ જગ્યા પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી નથી. હાલના વર્ષે 11 પરીક્ષાઓની ભરતી જાહેર કરવામાં આવી હતી, જેમાં 6.46 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાંથી 2.61 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

જીપીએસસીએ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી 1.81 કરોડ રૂપિયા ફી પેટે ઉઘરાવ્યા હતા, જ્યારે સરકારે ભરતી માટે 21.78 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જીપીએસસી દ્વારા વ્યાવસાયિક સેવાઓ બદલ ચુકવણી, માનદ વેતન અને આતિથ્ય ખર્ચ માટે 7.65 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આ રકમ અધિકારીઓ અને કર્મચારીઓના ખર્ચ કરતાં પણ વધારે છે.

વર્ષ

ભરતી થયેલ ઉમેદવારોની સંખ્યા

2016-173715
2017-183683
2018-192673
2019-201968
2020-211474

જીપીએસસીના 527 કોર્ટ કેસ હાલ પડતર છે
જીપીએસસીએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં સ્વીકાર્યું છે કે, હાલમાં પણ જીપીએસસીના 527 કોર્ટ કેસ પડતર છે. વર્ષની શરૂઆતમાં 502 કોર્ટ કેસ હતા. જ્યારે વર્ષ દરમિયાન 50 નવા કેસ થયા હતા. વર્ષ દરમિયાન 25 કેસનો નિકાલ થયો છે.

ગયા વર્ષે 153 જાહેરાત થઈ
વર્ષ 2020-21 દરમિયાન આયોગે સીધી પસંદગીથી ભરતીની 153 જાહેરાત કરી હતી, જેમાં આયોગને વર્ષ દરમિયાન 3,89,365 અરજીઓ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...