• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Record Revenue Of Rs 24.57 Crore From Goods Train In One Day; Last Year, On November 15, 39 Trains Were Loaded And Revenue Of Rs 8.34 Crore Was Collected

અમદાવાદ ડિવિઝને નવો રેકોર્ડ કર્યો:એક દિવસમાં ગુડ્ઝ ટ્રેનથી 24.57 કરોડની રેકોર્ડ આવક; ગત વર્ષે 15 નવેમ્બરે 39 ટ્રેન લોડ કરી 8.34 કરોડની આવક મેળવાઈ હતી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ ડિવિઝને 15 નવેમ્બરે એક જ દિવસમાં 76 ગુડ્સ ટ્રેનમાં માલના લોડિંગથી રૂ.24.57 કરોડની આવક મેળવી છે, જે ગત વર્ષના આ જ દિવસની સરખામણીએ લગભગ 3 ગણું વધુ છે, અને અત્યાર સુધીની બીજી મહત્તમ આવક છે. અગાઉ 3 સપ્ટેમ્બર,2015એ ડિવિઝને મહત્તમ 24.91 કરોડની આવક થઈ હતી.

ડીઆરએમ તરુણ જૈને જણાવ્યું કે, હંગરી ફોર કાર્ગોની ઉત્તમ કલ્પના સાથે અમદાવાદ ડિવિઝને શરૂ કરેલા પ્રયાસોના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. સાથે જ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટે 25 જેટલી સ્કીમથી ગ્રાહકોને સામાનના લોડિંગમાં કેટલીક રાહતો આપી છે, જેના પરિણામે ડિવિઝનના ફ્રેઇટ લોડિંગમાં સતત વધારો થઈ રહ્યો છે.

ડિવિઝને ગત વર્ષે 15મી નવેમ્બરે કોલસાની બે રેક (ટ્રેન)માંથી 1.28 કરોડ, ખાતરના 5 રેકથી 2.05 કરોડ, કન્ટેનરના 29 રેકથી 4.03 કરોડ અને અન્ય સામગ્રીના 3 રેકથી 0.98 કરોડ રૂપિયા સહિત કુલ 39 રેકથી 8.34 કરોડની આવક થઈ હતી. જ્યારે આ વર્ષે 15 નવેમ્બરે કોલસાના 5 રેકથી 4.00 કરોડ, ખાતરના 12 રેકથી 6.99 કરોડ, પેટ્રોલિયમના 1 રેકથી 0.57 કરોડ, કન્ટેનરના 38 રેકથી 6.06 કરોડ, ઓટોમોબાઈલના 3 રેકમાંથી 0.45 કરોડ, મીઠાના 10 રેકમાંથી 4.2 કરોડ, સ્ટીલ પાઇપના 1 રેકમાંથી 0.5 કરોડ તથા અન્ય સામગ્રી મળી કુલ 76 રેકમાંથી 24.57 કરોડની આવક મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...