તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર ડોક્ટરે પ્રોફેસર પત્ની અને MBBS સ્ટુન્ડ દીકરી સાથે વેક્સિન લીધી

અમદાવાદ6 મહિનો પહેલા
વેક્સિન લેનાર ડો કારીયા અને તેમના પરિવારના સભ્યો - Divya Bhaskar
વેક્સિન લેનાર ડો કારીયા અને તેમના પરિવારના સભ્યો
  • ડો. ઉમેશ કારીયા, તેમના પત્ની બેલા પઢીયાર અને દીકરી નિયતિ કારીયાએ વેક્સિન લીધી

સમગ્ર દેશમાં કોરોના કહેર યથાવત છે ત્યારે સમગ્ર દેશમાં વેક્સિનેશનનું મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ આપતી આ વેક્સિન તબક્કાવાર દેશના તમામ લોકોને આપવામાં આવનાર છે. હાલમાં પહેલા તબક્કામાં કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફને એક જ દિવસમાં 762 કોરોના વોરિયર્સને વેક્સિન અપાઈ હતી. તેમાં આજે એક વોરિયર ફેમિલીએ પણ સાથે વેક્સિન લીધી હતી. જેમાં ડોક્ટર તેમના પત્ની એવા આસિસ્ટન્ટ પ્રોફેસર અને MBBS સ્ટુન્ડ દીકરી સાથે જોડાયા હતા.

ડો. કારીયા સ્કિન સ્પેશિયાલિસ્ટ
ડો. ઉમેશ કારીયાના ફેમિલીએ આજે સાથે વેક્સિન લીધી હતી. જેમાં ડૉ. કારીયા સ્કિન સ્પેશિયાલિસ્ટ છે. સાથે તેઓના વાઈફ બેલા પઢીયાર એસો.પ્રોફેસર HOD,GMERS ગાંધીનગર અને તેમની પુત્રી નિયતિ કારીયા જે MBBSના થર્ડ યરમાં છે તે સામેલ છે.

કારીયા કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે
ડો. ઉમેશ કારીયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું કોરોના સંકમિત થયેલો છું તેમ છતાં મને આ વેક્સિન લેવામાં કોઈ ડર ન લાગ્યો. મારા ફેમિલીએ કોવિડ ડ્યૂટી પણ કરી છે. તેઓએ પણ આજે વેક્સિન લીધી છે. આ વેક્સિનની કોઈ આડઅસર નથી. તમામએ લેવી જોઈએ પણ લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. હાથ પણ સેનિટાઈઝ કરવા જોઈએ આ બાબતને ખૂબ જ ધ્યાનમાં લેવી જોઈએ.