કોરોના વેક્સિનેશનનો 7મો દિવસ:અમદાવાદ સિવિલમાં 3 નવા વેક્સિનેશન રૂમ બનાવાયા, રેકોર્ડ બ્રેક 762 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો

અમદાવાદ9 મહિનો પહેલા
કોરોના વેક્સિનેશન માટે હેલ્થ વર્કર્સની લાઈન લાગી હતી - Divya Bhaskar
કોરોના વેક્સિનેશન માટે હેલ્થ વર્કર્સની લાઈન લાગી હતી
  • અગાઉ કુલ 641 હેલ્થકેર વર્કરોએ છ દિવસના રસીકરણ અભિયાનમાં જોડાઇને કોરોના રસી લીધી
  • અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલના 1403 હેલ્થકેર વર્કરો કોરોના રસીના અભેદ કવચથી સુરક્ષિત થયા

કોરોના રસીકરણના સાતમાં દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરોમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે સિવિલ હોસ્પિટલના વેક્સિન કેન્દ્રમાં નવા ૩ વેક્સિન રૂમ તૈયાર કરવામાં આવ્યા હતા. આજ રોજ કુલ 762 હેલ્થકેર વર્કરોએ કોરોના રસીકરણના ડોઝ લઇને સ્વંયમને કોરોના સામેના અભેદ કવચથી સુરક્ષિત કર્યા હતા. આજે 762 હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો. જેમાં 350 પુરુષો અને 412 સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

આજે નવા 3 કોરોના વેક્સિનેસન રૂમ તૈયાર કરીને રસીકરણ

કોરોના સામે રસીકરણના આજે સાતમાં દિવસે અમદાવાદ સિવિલમાં “ન ભૂતો ન ભવિષ્યતિ” કહી શકાય એવી ઘટના સર્જાઈ હતી. સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના તબીબો, પેરામેડિકલ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી કર્મીઓએ એક સાથે રસી મેળવીને કોરોના મહારસીકરણ અભિયાનમાં પોતાનો અતૂટ ભરોસો પ્રતિબિંબિત કર્યો હતો. સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમાં સેન્ટરમાં આજે નવા 3 કોરોના વેક્સિનેસન રૂમ તૈયાર કરીને રસીકરણ માટે કોઇપણ જાતની તકલીફ ઉભી ના થાય તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી.

કોરોના વેક્સિનનના ડોઝ લેવા માટે પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ સહિત જોડાયા હતા
કોરોના વેક્સિનનના ડોઝ લેવા માટે પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ સહિત જોડાયા હતા

સિવિલ હોસ્પિટલમાં રસી લેનાર હેલ્થકેર વર્કરોની સંખ્યા 1403 થઇ
રસીકરણનો સાતમો દિવસ મહારસીકરણ અભિયાનમાં પરિવર્તન પામ્યો હોય તેવા દર્શ્યો સર્જાયા હતા. સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદી, મેડિસીન, ફિઝીયોથેરાપી તબીબો, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ, સહિત વિવિધ વિભાગના વડા, સિનિયર તબીબોએ ઉપસ્થિત રહીને રસી લેનાર રેસીડેન્ટ તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ , સિક્યુરિટી કર્મીઓનો જુસ્સો વધાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ કુલ 641 હેલ્થકેર વર્કરોએ છ દિવસના રસીકરણ અભિયાનમાં જોડાઇને કોરોના રસી લીધી હતી. હવે સાત દિવસના રસીકરણ બાદ સિવિલ હોસ્પિટલમાં રસી લેનાર હેલ્થકેર વર્કરોની સંખ્યા 1403 થઇ જવા પામી છે.

કોરોના વેક્સિન લીધા બાદ વિજયી મુદ્રામાં મેડિકલ સ્ટાફ
કોરોના વેક્સિન લીધા બાદ વિજયી મુદ્રામાં મેડિકલ સ્ટાફ