તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજનની કમી નથી:કોવિડ હોસ્પિટલમાં દૈનિક 350 મે.ટન ઓક્સિજનનો રેકોર્ડ બ્રેક વપરાશ, દિવાળી પહેલાં માત્ર 50 મેટ્રિક ટન વપરાતો હતો

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગુજરાતમાં હાલ સરેરાશ એક હજાર મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન થાય છે, જેમાંથી 60 ટકા મેડિકલ માટે અનામત રાખવાનો આદેશ કરાયો છે

ગુજરાતમાં કોરોનાના કહેરની બીજી લહેર દરમિયાન બદલાયેલાં લક્ષણોને કારણે કોવિડના દર્દીઓમાં શ્વાસની તકલીફો વધી રહી છે, જેથી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત વધી ગઈ છે, તેથી રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં દિવાળી બાદ ઓક્સિજનનો વપરાશ દૈનિક 50 મેટ્રિક ટન સુધી પહોંચી ગયો હતો, પરંતુ હાલ ઓક્સિજનનો વપરાશ 350 મેટ્રિક ટને વિક્રમી સપાટીએ પહોંચતાં હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગ અલર્ટ થઈ ગયાં અને રાજ્યમાં હાલ એક હજાર મે.ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે, તેમાંથી 60% મેડિકલ માટે અનામત રાખવાનો આદેશ કરાયો છે.

ઓક્સિજનનો દૈનિક વપરાશ વધી રહ્યો છે
કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ઓક્સિજનનો દૈનિક વપરાશ વધી રહ્યો છે, જેમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ વધતી જતી હોવાથી આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દર્દીને ઓક્સિજન આપવામાં આવે છે. વધતા જતા કોરોનાના કેસને લઈને આ વપરાશમાં પણ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારાને પરિણામે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે. જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય કે ગંભીર સમસ્યા હોય તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પરિણામે, ઓક્સિજનની સમસ્યાઓ ઊભી થવા લાગી હતી.

હાલમાં કોરોનાના કેસ વધતાં ઓક્સિજનનો વપરાશ પણ વધ્યો છે(ફાઈલ ફોટો).
હાલમાં કોરોનાના કેસ વધતાં ઓક્સિજનનો વપરાશ પણ વધ્યો છે(ફાઈલ ફોટો).

દિવાળી બાદ ઓક્સિજનનો વપરાશ ઘટ્યો હતો
ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. પરિણામે, હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાશ પ્રતિ દિવસ 50 મે.ટન સુધી ઘટી ગયો હતો, પરંતુ દિવાળી પછી કેસ વધતાં માર્ચ મહિનાથી ઓક્સિજનનો દૈનિક વપરાશ 250 મે.ટન સુધી પહોંચી ગયો હતો, જે હવે 330 મેટ્રિક ટને પહોંચતાં ઓક્સિજનનો વપરાશ પણ જબરદસ્ત વધતાં હોસ્પિટલોમાં પરિસ્થિતિ બગાડવા લાગી હતી, જેથી સરકાર એકાએક અલર્ટ થઈ ગઈ હતી.

એક હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે
રાજ્યની કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં પણ ઓક્સિજન અંગે ગંભીરતાથી વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સ્ટેટ હોવાથી ઓક્સિજનની હાલ કોઈ અછત સર્જાય એવી કોઈ સંભાવના નથી. આમ છતાં આગોતરી સાવચેતીઓના ભાગરૂપે સરકારે ઓક્સિજનના કુલ ઉત્પાદનમાં 60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવાનો નિર્ણય અને આદેશ કરી દીધો છે, જેનો રાજ્યમાં ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં દૈનિક ધોરણે એક હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. અત્યારે એમાંથી 60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતાં ભવિષ્યમાં ઓક્સિજનની કોઈ અછત થશે નહીં, એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો