સુપ્રીમની કોલેજિયમે ભલામણ કરી:જસ્ટિસ પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે ભલામણ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
જસ્ટિસ પારડીવાલા - Divya Bhaskar
જસ્ટિસ પારડીવાલા
  • સુપ્રીમની કોલેજિયમે બે જજનાં નામ સૂચવ્યાં

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક મામલે કોલેજિયમે ભલામણ કરી છે. હાલ સુપ્રીમ કોર્ટમાં 34 જજની જગ્યા સામે 32 જજ કાર્યરત છે. બે જજની જગ્યા પર સુપ્રીમ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી પારડીવાલા અને ગુવાહાટી હાઇકોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયાના નામની ભલામણ કરવામાં આવી છે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એન.વી રમન્નાના અધ્યક્ષ હેઠળ બનેલી 5 સભ્યોની કોલેજિયમની ટીમે આ નામોની ભલામણ કરી છે. 10 મે અને 7 જૂને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિનિત શરન અને જસ્ટિસ એલ. નાગેશ્વરા રાવ નિવૃત્ત થઇ રહ્યા છે. જયારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન.વી રમન્ના ઓગસ્ટમાં નિવૃત્ત થઇ રહ્યા છે.જસ્ટિસ જે.બી પારડીવાલાએ ગુજરાત હાઇકોર્ટમાં 17 ફેબ્રુઆરી 2011ના રોજ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...