તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી સિદ્ધિ:GTUને એમ.ફાર્મ ઈન ફાયટોફાર્મસી એન્ડ ફાયટોમેડીસીન અને એમ.ટેક ઈન બાયો ટેક્નોલોજી કોર્સ શરૂ કરવા માન્યતા મળી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિ - Divya Bhaskar
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિ
  • આ બે કોર્ષ શરૂ કરનાર GTU ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી બની
  • ઈન્ડસ્ટ્રીઝની માંગને આધારીત રોજગારી મેળવવા માટે આ કોર્સીસ વિશેષ રીતે મદદરૂપ થશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે હરહંમેશ પહેલ કરીને ગુજરાતના શૈક્ષણિક જગતમાં વિવિધ ક્ષેત્રે સતત કાર્યરત રહે છે. તાજેતરમાં જ જીટીયુની કાર્યપ્રણાલીને બિરદાવીને ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (પીસીઆઈ) અને ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા અનુક્રમે એમ.ફાર્મા ઈન ફાયટો ફાર્મસી એન્ડ ફાયટો મેડીસીન અને એમ. ટેક ઈન બાયો ટેક્નોલોજી કોર્સની માન્યતા આપવામાં આવી છે.

બે નવા કોર્ષથી આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીઝની માંગને આધારીત રોજગારી મેળવવા માટે આ પ્રકારના કોર્સીસ વિશેષ રીતે મદદરૂપ થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગ પૂરો પાડશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે.એન. ખેરે જીએસપી ડાયરેક્ટર ડૉ. સંજય ચૌહાણ અને જીસેટ ડાયરેક્ટર ડૉ. એસ. ડી. પંચાલને નવા કોર્સની માન્યતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ફાર્મસી ક્ષેત્ર સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને સારી તક
જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે. જેને પીસીઆઈ અને એઆઈસીટીઈ દ્વારા આ બંન્ને કોર્સની માન્યતા આપવામાં આવી છે. જેનાથી વિદ્યાર્થીઓ ફાર્મસી ક્ષેત્રે સંકળાયેલ ફાયટો થેરાપીમાં આગળ વધી શકશે. બેચલર ઈન ફાર્મસી કરેલા વિદ્યાર્થી આ કોર્સ માટે અરજી કરી શકશે. વિશ્વ આખુ આયુર્વેદને અનુસરે છે ત્યારે રોજગારી સંદર્ભે જોવા જઈએ તો આ કોર્સ થકી વિદ્યાર્થીઓ હર્બલ મેડીસીન બાબતે વિવિધ રીસર્ચ કરીને આયુર્વેદીક દવાઓ અને વિવિઘ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં યોગદાન પૂરૂં પાડીને આત્મનિર્ભર બની શકે છે.

અનુક્રમે 10 અને 18 સીટ પર પ્રવેશ અપાશે
જ્યારે એઆઈસીટીઈ દ્વારા એમ. ટેક ઈન બાયો ટેક્નોલોજીકલ કોર્સ માટે માન્યતા આપવામાં આવી છે. ટેક્નિકલ અને ફાર્મસી કોર્સમાં ગ્રેજ્યુએશન તથા લાઈફ સાયન્સના સમકક્ષ કોર્સમાં માસ્ટર્સ ડિગ્રી કરેલ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. એકેડમીક ક્ષેત્રે વિવિધ યુનિવર્સિટીમાં તેમજ વિવિધ લેબોરેટરીઝમાં પણ વિદ્યાર્થીઓને રોજગારની ઉત્તમ તકો રહેલી છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી અને ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જીનિયરીંગ ખાતે અનુક્રમે 10 અને 18 સીટ પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.