નવા વાહનની ખરીદી બાદ એકથી દોઢ મહિને આરસીબુક મળતી હોવાથી વાહન માલિકોએ વાહનવ્યવહાર વિભાગ સમક્ષ સંખ્યાબંધ ફરિયાદો કરવામાં આવી છે. નવા અધિકારીઓ આવ્યા ત્યારથી લઇ અત્યાર સુધી વાહન માલિકોને સમયસર આરસીબુક મળી શકતી નથી.
કેટલાક કિસ્સામાં તો બે મહિના સુધી આરસીબુક ના આવે તો વાહનમાલિકને આરટીઓમાં ધક્કા ખાવા પડે છે. આરટીઓ અધિકારીઓ કહ્યું કે, આરસીબુકનું કામ ખાનગી કંપનીને સોંપાયુ છે. અમારો કોઇ કંટ્રોલ નથી. જેથી વાહનવ્યવહાર વિભાગમાં જ રજૂઆત કરવાની રહે છે.
અધિકારીઓ હાથ ઊંચા કરી દેતા હોવાથી વાહનમાલિકોને ન છૂટકે ગાંધીનગર ફરિયાદ કરવી પડે છે. એક અરજદારે કહ્યું કે, કંપનીના માણસો સાથે ઘરોબો ધરાવનાર વ્યક્તિઓને આરસીબુક ઝડપથી મળી જાય છે. કંપનીને કામ સોંપાયું છે, ત્યારથી આરસીબુક મળવામાં વિલંબ થઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.