તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટ પર 'લૂંટ'નું રિયાલિટી ચેક:અદાણીએ અમદાવાદ એરપોર્ટ પર ફ્રી પિકઅપ-ડ્રોપનો ગાળો 5 મિનિટ કર્યો, પણ 7 મિનિટ પહેલાં બહાર નીકળવું અસંભવઃ રૂ. 90નો ચાંદલો પાક્કો

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: અદિત પટેલ
  • 500 મીટરનું અંતર કાપવાનું, મુસાફર તથા સામાન ઉતારવાનો, સ્લિપ બતાવવામાં અને ટ્રાફિકમાં સમયનો વ્યય
  • કારમાંથી ઊતરીને સામાન ઉતારે ત્યાં સુધી જ 4 મિનિટ થઈ જાય, 1 મિનિટમાં તો રેસિંગ કાર પણ બહાર ન જઈ શકે

અદાણી ગ્રુપ સંચાલિત અમદાવાદ એરપોર્ટ પર હવે પિકઅપ અને ડ્રોપ ટાઈમ 10 મિનિટથી ઘટાડીને 5 મિનિટ કરવામાં આવ્યો છે. મુસાફરોને મૂકવા આવતાં વાહનોને જો પાંચ મિનિટમાં બહાર જવું હોય તો રેસિંગની જેમ વાહન ચલાવવું પડે એવી સ્થિતિ છે. DivyaBhaskarએ ખરેખર 5 મિનિટમાં સમાન ઉતારીને બહાર જઇ શકાય કે નહીં એ અંગેનું રિયાલિટી ચેક કર્યું હતું. આ રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે 500 મીટરના રોડ પર 1 સ્પીડબ્રેકર, 3 વળાંક પિક-અપ ડ્રોપ પોઈન્ટ પરનો ટ્રાફિક અને મુસાફરનો સામાન વગેરે અવરોધરૂપ બની શકે છે. ઇકો હોય કે ઓડી, કોઈપણ વાહન આટલા સમયમાં બહાર નીકળી શકે નહીં.

ઓડી હોય કે ઇકો અદાણી એરપોર્ટ પરથી 5 મિનિટમાં બહાર નીકળી શકાય નહિં. અવાર નવાર સિક્યોરિટી રીઝનથી વાહન વ્યવહાર બંધ તો થાય તે અલગ કારમાંથી ઊતરીને સામાન ઉતારે ત્યાં સુધી જ 4 મિનિટ થઈ જાય 1 મિનિટમાં તો રેસિંગ કાર પણ બહાર ન જઇ શકે.

5 મિનિટથી 1 સેકન્ડ વધુ થઈ તો રૂ.90 પાર્કિંગ ચાર્જ
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને છોડવા માટે આવતા લોકોએ હવે 5 મિનિટની અંદર જ મુસાફરને ફટાફટ ઉતારીને ગાડી લઇને બહાર નીકળી જવું પડશે. જો તેઓ 5 મિનિટથી 1 સેકન્ડ વધુ પણ મુસાફરને આવજો કહેવામાં રહ્યા તો તેમને સીધા 90 રૂપિયા ચૂકવવા પડશે. આ મામલે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પહેલા 10 મિનિટનો સમય આપવામાં આવતો હતો અને પાર્કિંગ ચાર્જ પણ માત્ર 30 રૂપિયા જ હતો. જેમાં મોટાભાગના લોકો 10 મિનિટમાં મુસાફરને ઉતારીને નીકળી જતા હતા. કેટલાક મુસાફરો પહેલીવાર વિદેશ કે અન્ય રાજ્યમાં જાય ત્યારે તેમને એરપોર્ટ પર મુકવા માટે 10-15 લોકો ગાડી લઈને આવતા હતા. પરંતુ તે સમયે પાર્કિગ ચાર્જ ઓછો હોવાથી એરપોર્ટ પર આવતા હતા. પરંતુ હવે તેઓએ પણ આવતા પહેલા વિચાર કરવો પડશે.

આ સ્પીડ બ્રેકર ઊંચું હોવાથી કોઈપણ વાહન 10થી વધારેની સ્પીડથી કૂદાવે તો વાહનને નુકસાન પહોંચી શકે
આ સ્પીડ બ્રેકર ઊંચું હોવાથી કોઈપણ વાહન 10થી વધારેની સ્પીડથી કૂદાવે તો વાહનને નુકસાન પહોંચી શકે

સ્ટેપ-1: પાર્કિંગ પોઈન્ટ પર એન્ટ્રી
એરપોર્ટના પીકઅપ અને ડ્રોપનો પાર્કિંગનો ચાર્જ લેવાય છે તે રસ્તાનું અંતર 500 મીટર છે. આ રસ્તા પર જ્યારે કોઈ વ્યક્તિ ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને આવે ત્યારે તેને પાર્કિંગ પોઇન્ટ પર રોકવામાં આવે છે અને તેને એક પાર્કિંગની સ્લીપ આપવામાં આવે છે. જેમાં પાર્કિંગમાં પ્રવેશતી વખતનો સમય અને તેમના વાહનનો નંબર નોંધવામાં આવે છે. ત્યારબાદ 5 મિનિટનો સમય શરૂ થઈ જાય છે. જો આ દરમિયાન એ રસ્તા પર વાહનોની લાઇન હોય તો 1 મિનિટ જેટલો સમય ટિકિટ લીધા પછી પણ લાગી શકે છે.

સ્ટેપ-2: 20 મીટરના અંતરે ઉંચુ સ્પીડ બ્રેકર અને એક વળાંક
પાર્કિગ સ્લીપ લીધા પછી 20 મીટરના અંતરે સ્પીડ બ્રેકર આવે છે આ સ્પીડ બ્રેકર ઊંચું હોવાથી કોઈ પણ વાહન 10થી વધારેની સ્પીડથી તેને કૂદાવે તો તેના વાહનને નુકસાન પહોંચી શકે છે. આ સ્પીડ બ્રેકર પછી તુરંત જ એક વળાંક આવે છે. જ્યાં લોકોની ગાડી પહેલેથી જ ઉભી હોય છે, જેથી તેઓ જ્યાં સુધી આગળ ન વધે ત્યાં સુધી વળાંક આગળ જ ગાડી ને ઉભું રહેવું પડે છે. આ તમામ ગતિવિધિ પુરી થાય ત્યાં સુધીમાં તો 3 મિનિટનો સમય વીતી ગયો હોય છે.

સ્ટેપ-3: પેસેન્જર અને સામાનને ઉતારવાની પ્રક્રિયા
પીક-અપ ડ્રોપ પોઈન્ટ પર પહેલા વાહન ઉભું રહે છે. ત્યાર પછી પેસેન્જર નીચે ઉતરે અને સામાન પણ ઉતારે છે. ત્યારબાદ તેઓ તેમની હેન્ડબેગ અને લગેજ ચેક કરે છે. આ કામ પુરું થાય ત્યાં તેમને મુકવા આવેલા તેમના રિલેટિવને આવજો કહે તેમાં લગભગ બીજી 3 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે હજી ગાડી બહાર નીકળી નથી અને તેને 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આમ વાહન ચાલકને 90 રૂપિયા તો ભરવા જ પડશે.

સ્ટેપ-4: મુસાફરોને છોડીને બહાર નીકળતા બે વળાંક
હવે મુસાફરને છોડી ગાડી લઈને તેમના રિલેટિવ બહાર તરફ જાય છે, જ્યાં તેઓને નીકળતા વચ્ચે બીજા બે વળાંક આવે છે. આ સમયે તેમની પાસે ગમે તેવી સુપરકાર હોય તો પણ તેઓ ઝડપથી નીકળી ન શકે. બહાર નીકળતી વખતે પાર્કિગ પોઈન્ટ પર આ પાર્કિંગ સ્લીપ બતાવવી પડે છે. જેમાં તેઓ સમય જોઈને ચાર્જ વસુલે છે.

સ્ટેપ-5: પાર્કિંગ પોઈન્ટના કાઉન્ટર લાઈન હોય તો?
જોકે આમાં પણ પાર્કિગ પોઇન્ટના કાઉન્ટર પર લાઇન હોય તો તેમનો 1-2 મિનિટ જેટલો સમય નીકળી જાય છે. જેમાં નવા નિયમને કારણે જો કોઈ પાર્કિંગ કર્મી સાથે ઘર્ષણ કરે તો પાછળ ઉભેલી કાર ભલે 4 મિનિટમાં બહાર આવી હોય પણ તેઓનો નંબર જ્યાં સુધી પાર્કિંગ પોઇન્ટ પર ન આવે ત્યાં સુધી તેમની 5 મિનિટનું કાઉન્ટડાઉન ચાલુ જ હોય છે .આ પાર્કિંગ ચાર્જની મોટી રકમ જોઈને તો રીક્ષા ચાલક એરપોર્ટ બહારથી જ મુસાફરોને ડ્રોપ કરીને જતા રહે છે.

સ્ટેપ-6: CISFનું ચેકિંગ
DivyaBhaskarના રિયાલિટી ચેકમાં એક બાબત સામે આવી કે આ 5 મિનિટના સમયમાં કોઈ મુસાફરના રિલેટિવ ઝડપથી બહાર ન નીકળી શકે, કારણે તેમાં એને ઘણા અવરોધ આવે છે. જેમાં 1 સ્પીડ બ્રેકર, 3 વળાંક પીક-અપ ડ્રોપ પોઈન્ટ પરનો ટ્રાફિક અને મુસાફરનો સામાન વગેરે અવરોધરૂપ બની શકે છે. સાથે સાથે એરપોર્ટ પર CISFના જવાનોનું સતત પેટ્રોલિંગ થતું હોય છે. જેમાં કેટલાક મુસાફરો પીક-અપ ડ્રોપ પોઈન્ટ આગળ લગેજ કે કોઈ વાંધાજનક વસ્તુ છોડી જતા હોય છે.

CISFને દિવસ દરમિયાન આવી 5-6 લાવારીસ વસ્તુ મળી આવે છે, પરંતુ પહેલા તેને દૂરથી ચેક કરવામાં આવે છે અને મેટલ ડિટેક્ટરથી ચેક કરવામાં આવે છે. આ દરમિયાન પ્રોટોકોલ મુજબ તમામ લોકોને રોકી રસ્તો બંધ કરી દેવામાં આવે છે. જેમાં 5-10 મિનિટ જેટલો સમય લાગે છે આજે પણ આવી ઘટના બની હતી. જેના કારણે 10થી 12 લોકોને રોકાવું પડ્યું અને તેઓએ 90-90 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવ્યો હતો. જોકે ઇકોથી લઈને ઓડી કોઈ પણ ગાડી હોય એ 5 મિનિટમાં એરપોર્ટ માં પીકઅપ ડ્રોપ કરીને ન જઇ શકે.

8 મિનિટ લાગી તો મારે રૂ.90 આપવા પડ્યાઃ વાહનચાલક
આ મામલે એરપોર્ટ પર આવેલા ઈમ્તિયાઝ ભાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું એરપોર્ટ પર મારા બિઝનેસ કલાયન્ટને મુકવા માટે આવ્યો હતો. જેમાં મને 8 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. જેથી મારે 90 રૂપિયા આપવા પડ્યા હતા. આ નિયમ ખોટો છે. 5 મિનિટમાં તો કંઈ ન થાય અમે લગેજ કાઢીએ પછી તેમને ઉતારીએ ત્યાં સુધી તો 5 મિનિટ થઈ ગઈ હતી.સાથે સાથે CISFએ કોઈ કારણોસર રસ્તો બંધ કરાયો હતો. જેથી સમય લાગ્યો. સરકારે 15 મિનિટ સુધીનો સમય આપવો જોઈએ .આ નિયમ યોગ્ય નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો