તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેસ ઘટાડવાના કારસાનું રિયાલિટી ચેક:અમદાવાદમાં કોરોનાનો ટેસ્ટ કરાવવો હોય તો સવારથી લાઇનમાં લાગજો, AMC હવે 50 જેટલી જ ટેસ્ટિંગ કિટ આપે છે

અમદાવાદ19 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
ટેસ્ટ ઓછા કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન કેસ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

રાજ્ય સહિત અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત અને ઓક્સિજન ઘટી જાય તેવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, જેને પગલે હોસ્પિટલો પણ હાઉસફુલ છે, જેથી એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવામાં આવી રહી છે. શહેરમાં કોરોનાના ટેસ્ટ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા છે. અલગ અલગ 200 જેટલા ટેસ્ટિંગ ડોમ છે. જોકે બે દિવસથી ટેસ્ટિંગ ડોમમાં માત્ર 40થી 50 લોકોના જ ટેસ્ટ થઈ રહ્યા છે. આમ, ટેસ્ટ ઓછા કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન કેસ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે DivyaBhaskarએ અમદાવાદમાં અલગ અલગ ટેસ્ટિંગ ડોમ પર જઈ કેટલા લોકોનું અને કેટલી કિટ આપવામાં આવે છે એનું રિયાલિટી ચેક કર્યું હતું.

40 જેટલા જ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા
આ રિયાલિટી ચેક દરમિયાન શહેરના અંકુર ચાર રસ્તા, ચેનપુર, ન્યૂ રાણીપ, લાલદરવાજા સેશન્સ કોર્ટ, ભદ્ર બજાર અને એલિસબ્રિજ પાસેના ટેસ્ટિંગ ડોમ પર તપાસ કરતાં માત્ર 40 જેટલા જ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ડોમમાં સવારે 1 કલાક જ ટેસ્ટિંગ ચાલુ રાખવામાં આવે છે. બપોર બાદ ટેસ્ટિંગ બંધ અથવા નક્કી નથી હોતું કહી રવાના કરી દેવાય છે.

ન્યૂ રાણીપ બલોલનગર.
ન્યૂ રાણીપ બલોલનગર.

જેટલા લોકો પાસે ટોકન હોય તેમના ટેસ્ટ થાય છે
જો હવે તમારે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવા ડોમમાં જવાનું હોય તો સવારે વહેલા લાઈનમાં ઊભા રહેવું પડશે, કારણ કે ડોમમાં હવે કોર્પોરેશન દ્વારા ઓછી ટેસ્ટિંગ કિટ આપવામાં આવે છે, જેને કારણે હવે વહેલા તે પહેલાના ધોરણે ટેસ્ટ થશે. ન્યૂ રાણીપ વિસ્તારમાં બલોલનગર બ્રિજ પાસે છેડે આવેલા ટેસ્ટિંગ ડોમમાં સવારે 7 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા રહે છે. 9.30 વાગ્યે ટેસ્ટ કરવા ટીમ આવે છે. જોકે ટેસ્ટિંગ ટીમ પાસે માત્ર 50 જેટલી જ કિટ હોય છે, જેથી દોઢથી બે કલાકમાં જેટલા લોકો પાસે ટોકન હોય તેમના ટેસ્ટ થાય છે.

અંકુર ચાર રસ્તાનો ટેસ્ટિંગ ડોમ.
અંકુર ચાર રસ્તાનો ટેસ્ટિંગ ડોમ.

હવે 200ને બદલે 50 જ કિટ આપવામાં આવે છે
ચેનપુર પાસેના ડોમમાં 11 વાગ્યે તપાસ કરી ત્યારે ડોમ ખાલી હતો. ટેસ્ટ કરનારી ટીમને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે 40 જેટલી કિટ આપવામાં આવી હતી, જે કલાકમાં જ પૂરી થઈ ગઈ હતી. અંકુર ચાર રસ્તા પાસે પણ 11.30 આસપાસ તપાસ કરતાં ટીમના સભ્યો ડોમમાં બેઠા હતા. તેમણે જણાવ્યું હતું કે 40થી 50 જેટલી કિટ હતી, જે પૂરી થઈ ગઈ છે. રોજ 200 જેટલી ટેસ્ટિંગ કિટ આપવામાં આવતી હતી, પરંતુ હવે માત્ર 50 જેટલી કિટ જ આપવામાં આવે છે, જેથી ઓછા ટેસ્ટ થાય છે. એલિસબ્રિજ, લાલદરવાજા સેશન્સ કોર્ટ, ભદ્ર બજાર વિસ્તારમાં પણ આ જ રીતે જોવા મળ્યું હતું.

એલિસબ્રિજ ટેસ્ટિંગ ડોમ.
એલિસબ્રિજ ટેસ્ટિંગ ડોમ.

21 એપ્રિલે 4800થી વધુ કેસ આવ્યા
અમદાવાદ શહેરમાં 21 એપ્રિલે કોરોનાના નવા 4,821 કેસ નોંધાયા છે, જ્યારે 22નાં મૃત્યુ થયાં છે. છેલ્લા પાંચ દિવસથી રોજ 400થી 500 જેટલા કેસ વધતા હતા, પરંતુ મંગળવાર કરતાં બુધવારે માત્ર 190 વધુ નોંધાયા છે, જ્યારે 29 વિસ્તારને કન્ટેન્મેન્ટમાં મૂક્યા છે, જેમાં દૂધેશ્વરની સર્વોદય સોસાયટીનાં 203 મકાનનો સમાવેશ થાય છે.

ભદ્ર બજાર ટેસ્ટિંગ ડોમ.
ભદ્ર બજાર ટેસ્ટિંગ ડોમ.
લાલ દરવાજા, સેશન્સ કોર્ટ ટેસ્ટિંગ ડોમ.
લાલ દરવાજા, સેશન્સ કોર્ટ ટેસ્ટિંગ ડોમ.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો