તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી ચિત્ર સ્પષ્ટ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 771 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ, 24 ઉમેદવારોએ ખેંચતાણ બાદ ફોર્મ પરત ખેંચ્યા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ કલેક્ટર કચેરીની તસવીર - Divya Bhaskar
અમદાવાદ કલેક્ટર કચેરીની તસવીર
  • 6 સેન્ટરો પરથી માહિતી મેળવવા કલેકટર કચેરીના અધિકારીઓ ભારે મહેનત કરવી પડી

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને 23 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની મત ગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટી ચૂંટણીમાં પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આજ દિવસ દરમિયાન તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવાર વચ્ચે ફોર્મ પરત લેવા માટે ખેંચતાણ ચાલી હતી. સાથે કેટલાક ઉમેદવાર છેલ્લી ઘડીએ ફોર્મની અંદર સુધારા-વધારા કરવા માટે કચેરીએ દોડી આવ્યા હતા. ત્યારે અમદાવાદની મહાનગરપાલિકાની ચૂંટણીમાં 1705 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં 48 વોર્ડની 191 બેઠક માટે 771 ઉમેદવાર ચૂંટણી લડશે. સાથે 907 ફોર્મ રદ્દ થયા અને 24 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. જેમાં એક સીટ બિનહરીફ જાહેર થઈ છે.

3 વોર્ડની માહિતી માટે દોઢ કલાકથી વધુ સમય લાગ્યો
મહત્વ છે કે ફોર્મ પરત ખેંચવવાના છેલ્લા દિવસે 16 સેન્ટરો પરથી માહિતી મેળવવા કલેક્ટર કચેરીના અધિકારીઓને ભારે મહેનત કરવી પડી હતી. જેમાં માત્ર છેલ્લા સેન્ટરના ત્રણ વોર્ડની માહિતી મેળવવા દોઢથી બે કલાક સુધી અધિકારીઓ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

6 મહાનગરપાલિકામાં ભાજપને 1 સીટ ચૂંટણી વગર મળી
નારણપુરાથી બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચતા ભાજપે આ બેઠક કબ્જે કરી છે. 2021ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની પહેલી જ જીત. નારણપુરા વોર્ડના મહિલા ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા છે. જેથી તેઓ સૌ પહેલા મ્યુનિસિપલ કાઉન્સિલર બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપને વગર મહેનતે લોટરી લાગી છે અને બિન્દા સુરતી બિનહરીફ થયા છે. ગઈકાલે નારણપુરાની રિઝર્વ સીટ પર આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું.

ઉમેદવારોની પક્ષવાર સ્થિતિ

ભાજપ191
કોંગ્રેસ188
આપ155
બહુજન સમાજ પાર્ટી54
માર્કસવાદી4
ભારતીય સમાજવાદી પક્ષ2
સમાજવાદી પાર્ટી1
જનતાદળ(યુ)1
જનતાદળ(સેકયુલર)3
અન્ય86
અપક્ષ86
કુલ771
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો