વિદ્યાર્થિનીની હાઈકોર્ટમાં અરજી:પીડિયાટ્રિકમાં પ્રવેશ ન મળતાં HCમાં પહોંચી; મેરિટ બાદ તે હાજર ન થતાં પ્રવેશ રદ કરાયો હતો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેડિકલની વિદ્યાર્થિનીને ગાયનેકોલોજીમાંં એડમિશન જતું કરીને પસંદગીની પીડિયાટ્રિક શાખામાં પ્રવેશ નહીં મળતા તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

નીટ પાસ કર્યા બાદ રાજકોટની વિદ્યાર્થિનીને ગાયનેકોલોજીમાં પ્રવેશ મળ્યો હતો. આ સાથે તેણે રાજકોટની પીડિયાટ્રિકની શાખામાં પ્રવેશ મેળવવા ફોર્મ ભર્યું હતું. તેના માટે નક્કી કરેલા દિવસે વિદ્યાર્થિની હાજર નહી રહેતાં તેનું પીડિયાટ્રિકનું એડમિશન રદ થયું હતું. જેને લઇને વિદ્યાર્થિનીએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. હાઇકોર્ટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી છે.

પ્રવેશ પ્રક્રિયા દરમિયાન પીડિયાટ્રિકમાં કેટલીક બેઠકો ખાલી પડી હતી, તેથી વિદ્યાર્થિનીએ ગાયનેકલોજીમાંથી પ્રવેશ રદ કરાવી દીધો હતો. તો બીજી તરફ પીડિયાટ્રિક ફેકલ્ટીના મેરિટ લિસ્ટમાં તેનું નામ ન હોવાથી તે બન્ને શાખામાંથી પ્રવેશથી વંચિત રહી હતી. આ અંગે વિદ્યાર્થિનીની અરજીમાં સરકારે જવાબ આપ્યો હતો કે વિદ્યાર્થી હાજર ન રહેતાં તેને પ્રવેશ મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...