અમદાવાદમાં ‘જળબંબાકાર’:પાણી જવાની જગ્યા પર જ RCCના રોડ બનાવી દેવાતા જળ જમાવની સ્થિતિ સર્જાઈ

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વના કેટલાક વિસ્તારોમાં શનિવારે ભારે વરસાદ પછી પણ પાણી ન ઉતરતા વોટર કમિટીમાં ચર્ચાયો હતો. જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં મ્યુનિ. પદાધિકારીઓ નારોલથી વસ્ત્રાલ સુધી ફર્યા હતા. તેમનું કહેવું છે કે, પાણીના નિકાલ માટે જ્યાં વહેણ હતું ત્યાં રોડ બની જતાં પાણીને જવાનો રસ્તો નથી મળતો અને પાણી ભરાઈ જાય છે.

મ્યુનિ.વોટર સપ્લાય કમિટીની બેઠકમાં ડે. ચેરમેન ભરત પટેલની અધ્યક્ષતામાં તમામ સભ્યોએ પૂર્વ વિસ્તારમાં ભરાયેલા પાણી સત્વરે દૂર કરવા માટે રજૂઆતો કરી હતી. ખાસ કરીને ભાઇપુરા, હાટકેશ્વર, નિકોલ, લાંભા, વટવા, નારોલ સહિતના વિવિધ વિસ્તારમાં 48 કલાક થવા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે. ત્યારે જેટિંગ મશીન, સુપર સકર મશીનોનો ઉપયોગ કરી તત્કાલ આ પાણી દૂર કરવા માટે કમિટીમાં અધિકારીઓને સૂચના અપાઈ છે.

મ્યુનિ. કર્મચારીઓ આ વિસ્તારમાં પાણી દૂર કરવા જાય ત્યારે તેમને એપ્રોન પહેરીને જવાની સૂચના આપવામાં આવી છે. જેથી મ્યુનિ. તંત્ર ક્યાંય નથી તેવી ફરિયાદો ઉઠે નહીં. નારોલથી વસ્ત્રાલ સુધીના જે વિસ્તારમાં પાણી ભરાયાની મ્યુનિ.ને ફરિયાદ મળી હતી તે વિસ્તારમાં મ્યુનિ.ના પદાધિકારીઓ ફર્યા હતા.કેટલાક વિસ્તારમાં જ્યાં હજુ પણ ગટર કે સ્ટોર્મ વોટર, ડ્રેનેજ સિસ્ટમ નથી ત્યાં પાણી ભરાયાની બાબત સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...