તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • RCC Installation In 6.5 Km Long Tunnel From Apparel Park To Shahpur In East West Corridor Of Metro Train Completed, Track Paving Started

અમદાવાદમાં 2022માં મેટ્રો દોડશે:મેટ્રો ટ્રેનના ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં એપેરલ પાર્કથી શાહપુર સુધી 6.5 કિમી લાંબી ટનલમાં RCC લગાવવાનું કામ પૂરું, ટ્રેક પાથરવાનું શરૂ કરાયું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલમાં મેટ્રોનાં બંને કોરિડોરમાં મોટે ભાગે સિવિલ (કન્સ્ટ્રક્શન)ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. - Divya Bhaskar
હાલમાં મેટ્રોનાં બંને કોરિડોરમાં મોટે ભાગે સિવિલ (કન્સ્ટ્રક્શન)ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
  • 2022ના અંત સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે

અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ફેઝ-1માં 40 કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેન દોડાવવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. હાલમાં મેટ્રોનાં બંને કોરિડોરમાં મોટે ભાગે સિવિલ (કન્સ્ટ્રક્શન) કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં એપેરલ પાર્કથી શાહપુર સુધી 6.5 કિલોમીટર લાંબી ટનલ બનાવવાની કામગીરી પણ બે ભાગમાં થઈ રહી છે, જેમાં ટનલ ખોદવાની કામગીરી પૂર્ણ થયા બાદ એમાં આરસીસી સેગમેન્ટ ફિટ કરી દેવામાં આવ્યા છે.

એપેરલ પાર્કથી કાલુપુર સુધીના રૂટ પર ટ્રેક નાખવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.
એપેરલ પાર્કથી કાલુપુર સુધીના રૂટ પર ટ્રેક નાખવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.

આ સાથે જ એપેરલ પાર્કથી કાલુપુર સુધીના રૂટ પર ટ્રેક નાખવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. જ્યારે આગામી સમયમાં કાલુપુરથી શાહપુર સુધીના રૂટ પર પણ આરસીસી સેગમેન્ટ ફિટ કરવામાં આવ્યા બાદ ટ્રેક, સિગ્નલ અને ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, અપ અને ડાઉન ટ્રેન માટે જમીનથી લગભગ 18 મીટર નીચે બે ટનલ તૈયાર થયા બાદ આગળની કામગીરી ચાલી રહી છે. વધુમાં, બંને ટનલને દર 50 મીટરના અંતરે પેસેજથી જોડવામાં આવી છે, જેથી આકસ્મિક સમયે લોકો સરળતાથી આ પેસેજ દ્વારા બહાર નીકળી શકશે. બંને ટનલ વચ્ચે 6.5 મીટરનું અંતર હશે. ટનલની અંદરનો ડાયામીટર 5.8 મીટર અને બહારનો ડાયામીટર 6.35 મીટર છે.