તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:‌BRTSની 50 બસની પાસિંગ માટેની ફાઈલ માર્ચથી અટવાઈ, બોર્ડ મીટિંગ ન મળતાં RTOએ કાર્યવાહી કરી જ નહીં

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોન્ટ્રાક્ટર બસ પાસ કરાવે પછી જ સેવામાં ઉમેરવામાં આવે છે

સુભાષબ્રિજ આરટીઓમાં ગત માર્ચ મહિનાથી બીઆરટીએસની 50 નવી મિની એસી ઇલેક્ટ્રિક બસોની ફાઇલ આરટીઓમાં અટકી છે. આરટીઓ અધિકારીઓએ કહ્યું કે, કોરોનાના લીધે આરટીઓની બોર્ડની મીટિંગ મળી નથી એટલે પાસિંગની કાર્યવાહી થઇ શકી નથી. હવે ટૂંકસમયમાં બેઠક મળશે. જેમાં બસ પાસિંગનું કામ હાથધરાશે.

બીઆરટીએસ કોરિડોરમાં કોન્ટ્રાક્ટની બસો દોડે છે. નવી 50 મિની એસી ઈલેક્ટ્રિક બસોમાં 26 સીટોની ક્ષમતા છે. આરટીઓમાં બસ પાસિંગ કરાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. કોન્ટ્રાક્ટર બસ પાસિંગ કરીને સોંપે ત્યાર બાદ જ બસને કોરિડોરમાં દોડાવાય છે. કોન્ટ્રાક્ટરે નવી તમામ બસોની ફાઇલ પાસિંગ માટે માર્ચ, 2021માં સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં મુકી હતી. બસોના રજિસ્ટ્રર સરનામા તરીકે વસ્ત્રાલમાં મહેશ્વરી રોડ પર રઘુલીલા રેસિડેન્સીનું નામ છે.

આરટીઓ બી.વી.લિમ્બાસિયાએ કહ્યું કે, બસોના પાસીંગની કામગીરી રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (આરટીઓ બોર્ડ)માં મુકાય છે. જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સમયાંતરે બોર્ડ મીટિંગ મળે છે. પરંતુ કોરોનાના લીધે બોર્ડ મીટિંગ મળી નથી. બસ પાિસંગ માટે મુકાયા બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર સ્થળ પર જઇને ચેકિંગ કરે છે. હવે બોર્ડ મીટિંગમાં પાસિંગની કાર્યવાહી પૂરી કરી દેવાશે.

બીઆરટીએસના અધિકારી વિશાલ ખનામાએ કહ્યું કે, હાલ 50 ટકા પેસેન્જર સાથે 50 ટકા બસો દોડાવાય છે. જેથી અત્યાર સુધી બસોની જરૂર ન હતી. ટૂંક સમયમાં નિર્ણય કરીને કોન્ટ્રાક્ટરને બસ પાસિંગ કરાવી જમા કરાવવા માટે સમય મર્યાદા અપાશે. બસના આરટીઓ પાસિંગની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે. આ જવાબદારી જનમાર્ગ વિભાગની નથી.

લક્ઝરી અન્ય ભારે વાહનની પાસિંગ પ્રક્રિયા 15 દિવસમાં થઈ જાય છે
ખાનગી લક્ઝરી બસો અથવા અન્ય ભારે વાહનોની આરટીઓ પાસિંગની પ્રક્રિયા ઝડપથી થઈ જાય છે. બસ માલિકોના સમયનો વ્યય થતો નથી આરટીઓ સ્ટાફ ઝડપથી પ્રક્રિયા ધરી ફાઇલ પાસ કરે છે. કોરોનાના લીધે ખાનગી ભારે વાહનના પાસિંગની પ્રક્રિયા અટવાઈ નથી. બીઆરટીએસ બસની પ્રક્રિયા અટવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...