એક્સક્લુઝિવ:3.12 કરોડના ખર્ચે રવિશંકર રાવળ કલાભવનને મળશે નવો લુક, 365 દિવસ ચાલશે આર્ટ શો

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: પુનિત ઉપાધ્યાય
  • કૉપી લિંક

આર્ટ વર્લ્ડ માટે ગુડ ન્યુઝ છે. 3.12 કરોડના ખર્ચે રવિશંકર રાવળ કલાભવનને નવો લુક આપવામાં આપશે. જેમાં ટોટલ 6 એસી આર્ટ ગેલેરી અમદાવાદમાં પહેલીવાર વોલ વોશર લાઇટિંગ સાથે બનાવવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર સહિત ફર્સ્ટ, સેકેન્ડ અને થર્ડ ફ્લોર પર 4 નાની 70 રનિંગ ફૂટની અને બે 200 રનિંગ ફૂટની ગેલેરી હશે. જેમાં થર્ડ ફ્લોર પર ગુજરાતમાં પહેલીવાર 365 દિવસ માટે ગુજરાતના અલગ-અલગ આર્ટિસ્ટનો આર્ટ શો ચાલશે.

આ અંગે વાત કરતાં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવ બળદેવ દેસાઈએ સિટી ભાસ્કરને જણાવ્યુ હતુ કે ‘1982માં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી હસ્તક આ બિલ્ડીંગમાં નજીવા દરે આર્ટિસ્ટને આર્ટ શો કરવા માટે ગેલેરી મળતી. હવે બદલાતા સમય સાથે આ ગેલેરીઓને મોડર્ન લુક અને અધ્યતન બનાવવી જરૂરી છે જેના ભાગરૂપે આ કામ ચાલી રહ્યુ છે.’ માર્ચના અંત સુધીમાં આ ગેલરી આર્ટિસ્ટ માટે ખુલ્લી મુકવામાં આવશે.

આર્ટ ગેલેરીમાં કરાયેલા ફેરફારો

  • લાઈટિંગ : ગુજરાતમાં પહેલીવાર ગેલેરીમાં વોલ વોશર લાઈટની સુવિધા મળશે. આર્ટ એક્સપર્ટસના મતે આ લાઇટથી આર્ટ લવર વધુ સારી રીતે ચિત્ર જોઈ શકે છે. જેથી વેચાણ 30 ટકા સુધી વધશે.
  • 70થી 200 રનિંગ ફૂટની સાઈઝ: સાતમાંથી 4 ગેલેરી 70 રનિંગ ફૂટની અને બાકીની 200 રનિંગ ફૂટની હશે.
  • દરેક ગેલેરીની એન્ટ્રી અલગ: પહેલાની સરખામણીએ દરેક આર્ટ ગેલેરીની એન્ટ્રી અલગ અલગ હશે. બધી જ આર્ટ ગેલેરી એસી ગેલેરી હશે.
  • 365 દિવસ આર્ટ શો ચાલશે: આખું વર્ષ 365 દિવસ ગુજરાતના અલગ-અલગ આર્ટિસ્ટના આર્ટ વર્ક ડિસ્પ્લે કરાશે. આર્ટ લવર્સ ગમે ત્યારે વિનામૂલ્યે આર્ટ શો જોઈ શકે.