તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:અમદાવાદમાં પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા 400 જેટલી જરૂરિયાતમંદ મહિલાઓને રાશનકિટ આપવામાં આવી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
નારણપુરાના કામેશ્વર મંદિરમાં રાશનકિટ વિતરણનું આયોજન કરાયુ હતું. - Divya Bhaskar
નારણપુરાના કામેશ્વર મંદિરમાં રાશનકિટ વિતરણનું આયોજન કરાયુ હતું.
  • કોરોનાકાળમાં અનેક મહિલાઓને સમાજસેવી સંસ્થાઓએ રાશનકિટ આપીને સહાય કરી છે

સમગ્ર દેશમાં કોરોનાને કારણે લોકો બેહાલ બન્યાં છે. લોકોના ધંધા રોજગાર ભાંગી પડ્યાં છે. અનેક લોકોએ પોતાના ઘરના મોભી ગુમાવ્યાં છે. કેટલાય બાળકો એવા છે જેમણે પોતાના માતા પિતાને ગુમાવ્યાં છે. ત્યારે આવી સ્થિતિમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ લોકોની વ્હારે આવી છે. વિકટ પરિસ્થિતિમાં ગરીબો, શ્રમજીવીઓ, હાથ ન લંબાવી શકતા જરૂરિયાતમંદ લોકોને સમાજસેવી સંસ્થાઓએ ભોજન તથા રાશનકિટ આપીને સહાય કરી છે. ત્યારે અમદાવાદમાં પણ પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટીદાર સમાજની મહિલાઓ અને પુરુષો ઉપસ્થિત રહ્યાં હતાં
પાટીદાર સમાજની મહિલાઓ અને પુરુષો ઉપસ્થિત રહ્યાં હતાં

400 મહિલાઓને રાશનકિટ આપવામાં આવી
અમદાવાદમાં નારણપુરા સ્થિત અંકુર ચાર રસ્તા પાસેના કામેશ્વર મંદિરમાં પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીમાં અસર પામેલ મહિલાઓ, ત્યક્તા-વિધવા તથા અન્ય જરૂરિયાતમંદ 400 જેટલી મહિલાઓને દાતાઓ અને સંસ્થાના હોદ્દેદારો દ્વારા રાશનકિટ આપવામાં આવી હતી. આ પ્રસંગે આશરે 15 કિલો અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર ભાઈ-બહેનો ભેગા થયાં હતાં. સંસ્થાના ભીખુભાઈ પટેલ, જસવંતભાઈ પટેલ, જીગીશાબેન પટેલ, નટુભાઈ પટેલ,બાબુભાઈ કે પટેલ, અનુજભાઈ પટેલ અને વસંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...