તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Ration Cards Of Those Who Do Not Come For Government Food For 3 Months Are Blocked; The Card Is Activated Only After The Silent Ration Card Holders Do KYC

કાર્યવાહી:3 મહિના સુધી સરકારી અનાજ લેવા ન આવનારના રેશનકાર્ડ બ્લોક કરાય છે; સાયલન્ટ રેશનકાર્ડ ધારકો કેવાયસી કરે પછી જ કાર્ડ એક્ટિવેટ કરાય છે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • છેલ્લા 6 માસમાં 14 હજારથી વધુ રેશનકાર્ડ સાયલન્ટ કેટેગરીમાં મુકાયાં

બેંક એકાઉન્ટમાં વર્ષમાં એક વખત આર્થિક વ્યવહાર નહીં કરનાર ખાતાધારકનું બેંક એકાઉન્ટ બ્લોક કરી દેવાય છે. આ પછી કેવાયસી આપ્યા પછી જ બેંક ખાતંુ એક્ટિવેટ થાય છે. આવી જ રીતે રેશન કાર્ડમાં પણ ત્રણ મહિના સુધી સરકારી અનાજ લેવા નહીં આવનારના રેશનકાર્ડ સાયલન્ટ એટલે કે બ્લોક કરી દેવાય છે. શહેરમાં છેલ્લા છ મહિનામાં 14 હજારથી વધુ રેશનકાર્ડ સાયલન્ટ કેટેગરીમાં મુકાયાં છે.

સાયલન્ટ રેશનકાર્ડધારકો કેવાયસી કરે પછી જ એક્ટિવેટ થાય છે, ત્યાં સુધી રેશનકાર્ડધારકને પુરવઠા સહિતના સરકારી લાભો મળી શક્તા નથી. રાજ્ય સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવતાં શહેરના 3.50 લાખ સહિત રાજ્યમાં 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને સમયાંતરે સરકારી અનાજ અપાય છે. આમાંથી છેલ્લા 6 મહિના કે 12 મહિનાથી વધુ સમયથી જે રેશન કાર્ડધારકોએ મળવાપાત્ર અનાજનો જથ્થો લીધો ન હતો, તેમના રેશનકાર્ડને ઓનલાઈન પીડીએસ સિસ્ટમમાં સાયલન્ટ એટલે કે બ્લોક કરી દેવાયાં છે.

આ રીતે રેશન કાર્ડ ફરી એક્ટિવ કરી શકાય છે
સાયલન્ટ કરાયેલા રેશનકાર્ડ ધારકોને હાલ પૂરતું રાશન ઓનલાઈન કે ઓફલાઈન વિતરણ થઈ શકશે નહીં. સિસ્ટમમાંથી બ્લોક કરાયેલા રેશનકાર્ડ ધારકોને અનાજ મેળવવા માટે સંબંધિત ઝોનલ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ પ્રકારના ‘સાયલન્ટ રેશન કાર્ડ’ના તમામ સભ્યોના આધાર સીડીંગની પ્રક્રિયા માટે E-KYC ફરજિયાત કરાવવાનું રહેશે. વેરિફિકેશન બાદ જ તે રેશનકાર્ડ એક્ટિવ થઈ શકશે.

સૌથી વધુ સાબરમતીમાં કાર્ડ બ્લોક કરાયાં

ઝોનકાર્ડ બ્લોક
સરખેજ-21142
સરખેજ-1409
અસારવા950
સાબરમતી2051
રખિયાલ1702
કાલુપુર272
ખાડિયા373
મણિનગર613
અન્ય સમાચારો પણ છે...