ભ્રષ્ટાચારનો આક્ષેપ:​​​​​​​રેશનકાર્ડ ધારકોને ગુજરાતમાં વર્ષોથી રાશનનો યોગ્ય જથ્થો મળતો નથીઃ ઇસુદાન ગઢવી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈસુદાન ગઢવીની પ્રેસ કોન્ફરન્સની તસવીર - Divya Bhaskar
ઈસુદાન ગઢવીની પ્રેસ કોન્ફરન્સની તસવીર
  • ગુજરાતમાં પણ પંજાબ જેવી રાશનની સિસ્ટમ બનાવવા આપની માંગ

ગુજરાતમાં રેશન કાર્ડ ધારકોના અનાજમાં આચરાતું હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. આ વિશે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગરીબ પરિવારોને જોઇએ તેટલા પ્રમાણમાં રાશન મળતું નથી, આવી અનેક ફરિયાદો અમારી પાસે આવી છે. ઘણી રાશનની દુકાનોમાં ચોખા નથી, ક્યાંય ખાંડ નથી અને તેલ ભાગ્યે જ ઉપલબ્ધ છે. રેશનકાર્ડ ધારક સામાન્ય અને ગરીબ લોકોને એ પણ ખબર નથી કે આ વખતે તેમના હિસ્સામાં કેટલું રાશન આવવાનું છે અને ગુજરાતમાં આ રીતે મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.

દરમિયાન આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લા પ્રમુખ મહિપાલસિંહ ઝાલાને સમાચાર મળ્યા કે, જે રેશન ટ્રકમાં ચોખા લઈ જવામાં આવે છે તે રેશનની દુકાનોને બદલે બીજે જ લઈ જવામાં આવી રહ્યા છે. સવારે 4:30 વાગ્યે તેને ફોન આવ્યો અને જ્યારે તે 5:00 વાગ્યે એક જગ્યાએ પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે રાશન આપતી ચોખાની ટ્રક ખાનગી ફેક્ટરીમાં પડી છે. આ પહેલા પણ ભાવનગરની એક ફેક્ટરીમાં 2.5 લાખ કિલો ગેરકાયદેસર અનાજ ઝડપાયું હતું. તો સવાલ એ છે કે ગુજરાતમાં ગરીબોને જે રાશન આપવામાં આવે છે તે ગરીબોને બદલે રેશન માફિયાઓને આપવામાં આવે છે.

ત્યારપછી ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે પંજાબમાં ઘરે રાશન પહોંચાડવાની જ યોજના લાગુ કરી અને આ મહિનાની 1લી તારીખથી પંજાબમાં જે ગરીબ લોકોને રાશન મળવું જોઈએ તેઓને રાશનની હોમ ડિલિવરી મળવા લાગી. પંજાબમાં સરકાર ખાંડ, ચોખા જેવી મહત્વની વસ્તુઓને પેક કરીને લોકોને તેમના ઘરે પહોંચાડી રહી છે. ગુજરાતમાં અમને શંકા છે કે રેશન માફિયાઓ અને કેટલાક લોકોની મિલીભગતથી કરોડો રૂપિયાનું રાશન ચોરી કરી કે અન્યત્ર વેચવામાં આવે છે. આ વાહનો તેનો પુરાવો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ગરીબોની ભૂખ સંતોષતું અનાજ ક્યાંક બહાર વેચાઈ રહ્યું છે. તેમણે ગુજરાત સરકાર સમક્ષ રેશનની આ સિસ્ટમમાં સુધારો કરવા અથવા ગુજરાતમાં ગરીબોને ઘરે ઘરે રાશન મળે તે માટે પંજાબ જેવી સિસ્ટમ બનાવવાની માંગણી કરી.

અન્ય સમાચારો પણ છે...