તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:ઈસ્કોન મંદિરના પ્રાંગણમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રથયાત્રા યોજાઈ, 11 વાર પ્રદક્ષિણા કરવામાં આવી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈસ્કોન મંદિર ખાતે પણ રથયાત્રા યોજાઈ - Divya Bhaskar
ઈસ્કોન મંદિર ખાતે પણ રથયાત્રા યોજાઈ
  • જગન્નાથ, બલદેવ અને સુભદ્રાજીને 150થી પણ વધારે વાનગીઓનો ભોગ લગાવવામાં આવ્યો

ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે પશ્ચિમ અમદાવાદ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. લાખોની સંખ્યામાં દર વર્ષે શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ, બલદેવ,તથા સુભદ્રાજીના દર્શન તથા રથ ખેંચવામાં ભાગ લે છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકો ભેગા થાય અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં તકલીફ થાય તે માટે ઇસ્કોન મંદિર દ્વારા બહાર રોડ પર નહીં પણ ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં જ રથયાત્રા યોજી હતી અને 11 વાર રથની પ્રદક્ષિણા કરાવાઈ હતી.

રથયાત્રામાં માત્ર ઈસ્કોન મંદિરના ભક્તો જોડાયા
આ રથયાત્રામાં કેવળ ઇસ્કોન મંદિરના ભકતોએ જ ભાગ લીધો હતો. મંદિરમાં સવારે 8:30 વાગ્યે મંદિરના પ્રાંગણમાં ભગવાનની આરતી કર્યા બાદ હતી. ભક્તો દ્વારા ખુબ જ દિવ્ય કીર્તન કરવામાં આવ્યું હતું. 2 કલાક મંદિરમાં રથયાત્રાની ઉજવણી થઇ હતી. કોરોના મહામારીને લઈને જે પણ તકેદારી રાખવાની હોય તે બધી તકેદારી રાખવામાં આવી હતી.

મંદિર પ્રાંગણમાં જ રથને ફેરવવામાં આવ્યો
મંદિર પ્રાંગણમાં જ રથને ફેરવવામાં આવ્યો

ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રાજીને 150થી પણ વધારે વાનગીઓનો ભોગ લગાવવામાં આવ્યો હતો. તથા ભગવાનને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી જેથી કોરોના મહામારીથી વિશ્વ બચી શકે.

અન્ય સમાચારો પણ છે...