તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા@144:અમદાવાદમાં ના અખાડા, ના ભજનમંડળી, ના હાથી, ના ટ્રક માત્ર પોલીસ પહેરા વચ્ચે નીકળશે ઐતિહાસિક રથયાત્રા

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • રથયાત્રાના માર્ગ પર ડ્રોનથી વૉચ રખાશે, લોકો ભેગા થશે તો ફૂટેજ પોલીસ પાસે પહોંચશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સોમવારે નીકળશે. આ રથયાત્રા કેવી રીતે લોકોની વચ્ચેથી કાઢી શકાય તેનો પ્લાન અગાઉથી જ તૈયાર હતો. આ માટે શહેરના સંવેદનશીલ વિસ્તારના મોડલને પસંદ કરવામાં આવ્યું હતું. જે રીતે દર વર્ષે સંવેદનશીલ વિસ્તારોમાં જનતા કર્ફ્યૂ અને બેરીકેટિંગ કરવામાં આવે છે અને લોકો સંયમથી પોતાના ઘરમાં રહે છે એવી જ રીતે સમગ્ર રૂટ પર આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદનો ઈતિહાસ વર્તમાન રથયાત્રાનું મોડેલ બન્યો છે.

રથયાત્રા નીકળશે અને ગણતરીના કલાકોમાં પૂર્ણ થશે
અમદાવાદને કોરોનાની બીજી લહેરે હચમચાવી નાંખ્યું હતું. લોકોને પોતાના સ્વજનોના મૃતદેહ માટે પણ રાહ જોવી પડતી હતી. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવામાં પણ વેઈટિંગનો સામનો કરવો પડતો હતો. પરંતુ કોરોનાના કેસોમાં ઘટાડો થતાં ગુજરાતની સૌથી મોટી રથયાત્રા હવે માર્ગ પર નીકળશે. માર્ગ પર અખાડા, ભજનમંડળીઓ વિના જ રથયાત્રા નીકળશે અને ગણતરીના કલાકોમાં પૂર્ણ થઈ જશે.

રથયાત્રા યોજવાનું ઘણા સમયથી પ્લાનિંગ થતું હતું
ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે રથયાત્રા નીકળશે તેવા વિચાર સાથે ઘણા સમયથી પ્લાનિંગ થતું હતું. પરંતુ કોરોના કાળમાં કેવી રીતે રથયાત્રા કાઢવી તે મુદ્દે વિચાર કરવામાં આવતો હતો. આ સમયે રથયાત્રાના સૌથી અનુભવી અને અમદાવાદના સમીકરણોના જાણકાર અધિકારીએ દરિયાપુર અને અન્ય સંવેદનશીલ વિસ્તારમાં જે રીતે કર્ફ્યૂ નાંખવામાં આવે છે. તેનો સમગ્ર રૂટ પર અમલ કરી શકાય તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ સમગ્ર રૂટ પર બેરિકેટિંગ, થ્રી લેયર બેરીકેટિંગ,પોલીસ બંદોબસ્ત અને અખાડા તેમજ અવનવી ઝાંખીની બાદબાકી કરવા માટે પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. જે પ્લાન હાલ મંજુર થઈ ગયો હતો અને તે જ રીતે રથયાત્રા નીકળશે.

ગૃહમંત્રીએ જાતે સરસપુર સુધીના રૂટની સમીક્ષા કરી હતી
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓએ સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં દર્શન કરીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક આગેવાનો સાથે પણ રથયાત્રા મામલે ચર્ચા કરી પ્રેમદરવાજા અને દરિયાપુર પહોંચીને તેમણે મોસાળ સરસપુરમાં પણ રણછોડજી મંદિરમાં દર્શન કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

ગૃહમંત્રીએ સમગ્ર રૂટની સમીક્ષા કરી હતી
ગૃહમંત્રીએ સમગ્ર રૂટની સમીક્ષા કરી હતી

રથયાત્રા રૂટ પર સવારે 7થી 2 સુધી કર્ફ્યૂ
રાજ્ય સરકારે ગુરુવારે કરેલી જાહેરાત મુજબ, રથયાત્રાના માર્ગના તમામ વિસ્તારોમાં સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ચૂસ્ત કર્ફ્યૂ રહેશે અને પાંચેક કલાકમાં રથ નિજમંદિરે પરત લાવી દેવાશે. આ દરમિયાન લોકોએ તો ભગવાનનાં દર્શન ટીવી અને મોબાઇલમાં જ કરવાં પડશે. રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરના 22 કિ.મી. લાંબા રૂટ પર કર્ફ્યૂ રહેશે. સંક્રમણ વધે નહીં એ માટે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ રહેશે.

મોસાળમાં પણ કર્ફ્યુ રહેશે
ગત વર્ષે પણ કોરોનાને કારણે રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઈ હોવાથી મોસાળમાં જમણવાર યોજાયો નહોતો. જ્યારે આ વર્ષે રથયાત્રા યોજાશે, પરંતુ જમણવાર નહિં યોજાઈ. આ રથયાત્રામાં પોલીસ, ખલાસી, નક્કી કરેલ વ્યક્તિઓ જ હાજર રહેશે અન્ય કોઈ પણ વ્યક્તિ રથયાત્રામાં ભાગ લઈ શકશે નહિં, જેના કારણે મોસાળમાં પણ કર્ફ્યુ રહેશે. જેથી તમામ પોળમાં થતાં રસોડા પણ બંધ રહેશે.

રથયાત્રાનો બંદોબસ્ત

 • DCP અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારી -42
 • ACP-74
 • PI-230
 • PSI-607
 • પોલીસકર્મી -11800
 • SRP કંપની-34
 • CAPF કંપની-9
 • ચેતક કમાન્ડો-1હોમગાર્ડ-5900
 • BDDS ટીમ-13
 • QRT ટીમ-15
અન્ય સમાચારો પણ છે...