તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોસાળે જમણ નહિં:ભગવાનના મોસાળ સરસપુરમાં સતત બીજા વર્ષે પણ જમણવાર બંધ, દર વર્ષે 1 લાખ ભક્તો લે છે પ્રસાદ

અમદાવાદ24 દિવસ પહેલા
એક અઠવાડીયા અગાઉથી જ જમણવારની 10થી વધુ પોળમાં તૈયારી કરવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં કોરોના વચ્ચે ભગવાન જગન્નાથજીની બીજી રથયાત્રા યોજાશે. રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે. ગત વર્ષે ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યા હતા. પરંતુ આ વર્ષે કોરોના કેસની સંખ્યા ઓછી હોવાને કારણે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે. જે રૂટ પરથી રથ નીકળશે તે તમામ રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવશે. જેના કારણે ભક્તો રથયાત્રામાં નહિ જોડાય અને મોસાળ સરસપુરમાં દર વર્ષે થતો 1 લાખ કરતાં વધુ ભક્તોનો જમણવાર પણ યોજાશે નહિં.

10થી વધુ પોળમાં સરસપુર વાસીઓ ભક્તોને ભાવથી જમાડે છે
કોરોના પહેલાના સમયમાં રથયાત્રાના દિવસે ભગવાનના મોસાળ સરસપુર જ્યારે રથ પહોંચે છે ત્યારે રથયાત્રામાં જોડાયેલા અને અન્ય લોકો માટે સરસપુરની અલગ અલગ પોળમાં સરસપુર વાસીઓ દ્વારા જમણવાર રાખવામાં આવે છે. રથયાત્રાના એક અઠવાડીયા અગાઉથી જ જમણવારની 10થી વધુ પોળમાં તૈયારી કરવામાં આવે છે. પોળમાં 3000થી 20,000 લોકો જમે છે, જેનો સંપૂર્ણ ખર્ચ પણ સરસપુર વાસીઓ દ્વારા જ કરવામાં આવે છે.

તમામ પોળમાં થતાં રસોડા પણ બંધ રહેશે
તમામ પોળમાં થતાં રસોડા પણ બંધ રહેશે

મોસાળમાં પણ કર્ફ્યુ રહેશે
ગત વર્ષે પણ કોરોનાને કારણે રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઈ હોવાથી મોસાળમાં જમણવાર યોજાયો નહોતો. જ્યારે આ વર્ષે રથયાત્રા યોજાશે, પરંતુ જમણવાર નહિં યોજાઈ. આ રથયાત્રામાં પોલીસ, ખલાસી, નક્કી કરેલ વ્યક્તિઓ જ હાજર રહેશે અન્ય કોઈ પણ વ્યક્તિ રથયાત્રામાં ભાગ લઈ શકશે નહિં, જેના કારણે મોસાળમાં પણ કર્ફ્યુ રહેશે. જેથી તમામ પોળમાં થતાં રસોડા પણ બંધ રહેશે.

ભક્તો માટે સ્વખર્ચે રસોઈ બનાવીએ છીએ પણ આ વર્ષે રસોડું નહીં થાયઃધીરુભાઈ
ભક્તો માટે સ્વખર્ચે રસોઈ બનાવીએ છીએ પણ આ વર્ષે રસોડું નહીં થાયઃધીરુભાઈ

રૂડી માનું રસોડુ નહિં થાયઃ ધીરુભાઈ બારોટ
સરસપુરમાં સ્થાનિક આગેવાન ધીરુભાઈ બારોટે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે અમે રથયાત્રા આવે તે અગાઉ જ અલગ અલગ પોળમાં રૂડી માના રસોડાનું આયોજન કરીએ છે. રસોડામાં 1 લાખ કરતાં વધુ ભક્તો માટે રસોઈ બનાવામાં આવે છે. તમામ ભક્તો માટે પ્રેમ ભાવે અને સ્વખર્ચે રસોઈ બનાવીએ છે. પરંતુ આ વર્ષે સરકારે શરતી મંજૂરી આપી છે, જેથી કર્ફ્યુ વચ્ચે રથયાત્રા નીકળશે જેના કારણે આ વર્ષે પણ રસોડું નહિં થાય.

જ્યારે મંજુલાબેન ઠાકોરે જણાવ્યું હતું કે દર વર્ષે પોળે પોળે ભગવાનની રથયાત્રામાં આવતા ભક્તો માટે રસોડું કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે રસોડું બંધ રાખવામાં આવ્યું છે અને અમે હવે લોકોને ઘરે ઘરે જઈને રથયાત્રાને દિવસે બહાર ના આવવા માટે સમજાવીએ છે. લોકો ઘરમાં રહીને જ દર્શન કરે.