નવા રથ માટે વિરોધ:2023ની રથયાત્રા નવા રથમાં નીકળશે, ખલાસીઓએ કહ્યું - જૂના રથ હજુ 25 વર્ષ ચાલે તેવા છે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
અખાત્રીજે મહંત અને ટ્રસ્ટીએ રથનું પૂજન કર્યું હતું - Divya Bhaskar
અખાત્રીજે મહંત અને ટ્રસ્ટીએ રથનું પૂજન કર્યું હતું
  • જગન્નાથ પુરીના કારીગરો નવા રથ બનાવશે

આવતા વર્ષે નવા રથમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની માહિતી મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ આપી હતી. ટ્રસ્ટી અને મહંતે નવા રથ બનાવવા અંગે જગન્નાથ પુરીના કારીગરો સાથે મીટિંગ પણ કરી છે. જોકે ખલાસીઓ જૂના રથ પર જ ભગવાન જગન્નાથને રથયાત્રા કરાવવાના મૂડમાં છે. ખલાસીઓના મતે, ત્રણેય રથ હજુ પણ 25 વર્ષ સુધી ચાલે તેમ છે.

મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, આવતા વર્ષે નવા ત્રણ રથ તૈયાર કરાશે. રથનું વજન, કદ, ઊંચાઈ તેમ જ રંગ જૂના રથ જેવા જ રાખવામાં આવશે. નવા રથ તૈયાર કરવા માટે 5થી 7 મહિનાનો સમય લાગશે. રથની ઊંચાઈ રૂટને ધ્યાનમાં રાખી કરાશે. નવા રથોને તૈયાર કરવા માટે સ્થાનિક કારીગરોને પણ સાથે રખાશે. નવા રથ માટે સાગના લાકડાનો ઉપયોગ કરાશે. રથયાત્રા પહેલાં વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પૂજન કરાય છે. મંગળવારે વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજા સાથે ત્રણેય પૂજન કરાયું હતું.

પૈડાં મજબૂત હોવાનો દાવો
વર્ષોથી પરંપરા મુજબ રથ ખેંચનારા ખલાસીઓના જણાવ્યા મુજબ, રથ હજુ પણ 25 વર્ષ ચલાવી શકાય તેમ છે. જૂના રથનું નિર્માણ 1872માં કરવામાં આવ્યું હતું, જૂના રથને દોઢસો વર્ષ પૂર્ણ થયાં છે. હાલ પણ રથનાં પૈડાંથી લઈને રથના વજન સુધી મજબૂત સ્થિતિમાં છે.

અન્ય સમાચારો પણ છે...