તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તો ટીવીમાં જ રથયાત્રા જોવાની માનસિક તૈયારી રાખે: ટ્રસ્ટી મહેન્દ્ર ઝા

અમદાવાદ10 મહિનો પહેલા

હાલ શહેરમાં જગન્નાથજીની રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પગલે હવે રથયાત્રાના આયોજનમાં પણ મોટા ફેરફારો આવએ એવી શક્યતા છે. 23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે જગદીશ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 17 મે એ લોકડાઉન ખુલ્યા બાદ સરકાર સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કર્યા બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.

તેમણે આગળ કહ્યું કે, સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રા અંગેનું આયોજન કરવામાં આવશે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા અને રથયાત્રામાં કેટલા લોકોને જોડવા અને કઈ રીતે યોજવી તેનું સરકાર સાથે બેઠક બાદ જ નિર્ણય લેવામાં આવશે.જો કે જગન્નાથજીની રથયાત્રામાં માત્ર મંદિરના મહારાજ અને પૂજારી જ હાજર રહેશે. ભક્તો ટીવીમાં જ રથયાત્રા જોવાની માનસિક તૈયારી રાખે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો