રથયાત્રામાં દર વર્ષે પોલીસ દ્વારા અવનવી ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દ્વારા પોલીસ સુરક્ષા કરશે. અનંત યુનિવર્સિટીના સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમમાં હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જો કે, હવે કેવી રીતે અને ક્યાં ઉપયોગ કરાશે તેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર માટે આ મોટી ઇવેન્ટ હોય છે
સાઇબર ક્રાઇમ અવરનેસના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ હર્ષ સંઘવીએ યુનિવર્સિટીને સાથે ચર્ચા કરી હતી કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમને રિસર્ચ ક્ષેત્રે રસ હોય તેવો રથયાત્રાને લઈ તેઓ શું અને કઈ રીતે મદદરૂપ સાબિત થઈ શકે તે માટે સાથે મળીને કામ આમંત્રણ આપ્યું. હર્ષ સંઘવીએ કહ્યું કે અમદાવાદની રથયાત્રા એ આસ્થા અને વ્યવસ્થાનું પ્રતીક છે. રાજ્ય સરકાર માટે આ મોટી ઇવેન્ટ હોય છે, ત્યારે ડિજિટલ અને ટેકનોલોજીના જમાનામાં અનંત યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ અહીં કાર્યરત આર્ટિફિશિયલ એન્ટેલિજન્સ લેબની મદદથી સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસને મદદરૂપ થવા માટે કહ્યું.
ભણેલા ગણેલા લોકો જ સાયબર ક્રાઇમમાં ફસાય છે
હર્ષ સંઘવીએ સ્પીચમાં એ પણ વાતનો ઉલ્લેખ કર્યો કે, આવનારા પાંચ વર્ષ બાદ ફિઝિકલ ઓફિસ એટલે કે પ્રત્યક્ષ રીતે શારીરિક ગુનાઓ કરતા સાયબર ક્રાઇમને લગતા કિસ્સા વધી જવાના છે જે માટે લોકોએ જાગૃત બનવાની જરૂર છે તેમને મોટી વાતએ પણ કહી કે વર્તમાન સમયમાં ભણેલા ગણેલા લોકો જ સાયબર ક્રાઇમને લગતા ફ્રોડમાં ફસાવવાનો વારો આવે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો તેમાં ઓછા ફસાય છે. હર્ષ સંઘવીએ યુનિવર્સિટીના યુવા વિદ્યાર્થીઓને એ ટકોર પણ કરી કે જ્યારે તેઓ સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા ફેલાવવાનું કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે તેમને લોકોને સમજાય એ ભાષામાં જ સંવાદ કરવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.