તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાના કહેર:સુરતથી અમદાવાદ આવતા લોકોનું એક્સપ્રેસ વે પર રેપિડ ટેસ્ટિંગ, બપોરના 12 વાગ્યા સુધીમાં 9 લોકો કોરોના પોઝિટિવ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસો હવે સુરત શહેરમાં નોંધાવા લાગ્યા છે. સુરતમાં કોરોનાના કેસો વધતાં લોકો ફરી વતનમાં, સૌરાષ્ટ્ર અને અમદાવાદ પરત ફરી રહ્યાં છે. જેને પગલે સુરતથી અમદાવાદ આવતાં લોકોનું રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય ટીમો હાલ સ્થાનિક પોલીસની ટીમ સાથે એક્સપ્રેસ વે પર આવેલા ટોલ ટેક્સ પર તહેનાત છે. અમદાવાદમાં પ્રવેશતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવે છે અને જે કોઈપણ વ્યક્તિ સુરતથી અમદાવાદ આવી હોય તે તમામ લોકોનું ચેકિંગ કરી રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 92 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 9 લોકો પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં કે હોમ આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. 

એક્સપ્રેસ વે પર ટેસ્ટિંગ દરમિયાન આરોગ્ય ટીમ
એક્સપ્રેસ વે પર ટેસ્ટિંગ દરમિયાન આરોગ્ય ટીમ

શું કોર્પોરેશન આંકડા છુપાવવા માગે છે
આ અંગે DivyaBhakarએ પૂર્વ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર અશ્વિન ખરાડીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ત્રણ ટીમ ઉતારવામાં આવી છે. જ્યારે સવારથી બપોરે 12 વાગ્યા સુધી કેટલા ટેસ્ટ કરાયા અને કેટલા પોઝિટિવ આવ્યા તે અંગે પૂછતા તેઓએ ફોન કાપી નાખ્યો હતો. ફરીથી ફોન કરવામાં આવતા તેઓએ ઉપાડ્યો ન હતો. જેથી સ્પષ્ટ જણાય છે કે આરોગ્ય વિભાગ અમદાવાદમાં સામે આવી રહેલા કેસોનો આંકડા છુપાવવા માગે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો