તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અમદાવાદના આનંદનગરમાં ઉદ્યોગપતિના ઘરે કામ કરનાર યુવતી પર બળાત્કાર; સાથે કામ કરતા ઘરઘાટીએ જ દુષ્કર્મ આચર્યું

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ઉદ્યોગપતિની પત્નીએ યુવતીને પૂછતાં મામલો બહાર આવ્યો

આનંદનગરમાં એક ઉદ્યોગપતિને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતી 20 વર્ષીય યુવતી પર સાથે કામ કરતા અન્ય ઘરઘાટીએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આ અંગે ઉદ્યોગપતિની પત્નીને વાત કરતાં મામલો બહાર આવ્યો હતો. યુવતીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ​​​​​​​આનંદનગરમાં બંગલો ધરાવતા ઉદ્યોગપતિને ત્યાં ત્રણ ઘરઘાટી કામ કરે છે. એક સપ્તાહ પહેલાં રાજસ્થાનની એક 20 વર્ષીય યુવતીને પણ કામ કરવા માટે રાખી હતી.

વિશ્વાસમાં લઈને પૂછતાહકીકત બહાર આવી
દરમિયાન બે દિવસ પહેલાં રાતના સમયે ત્રણ ઘરઘાટી પૈકીના એક ઘરઘાટીએ નિદ્રાધીન યુવતીનું મોઢું દબાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બે દિવસથી યુવતીનું વર્તન બદલાયેલું જોવા મળતાં ઉદ્યોગપતિની પત્નીને કંઈક અજૂગતું લાગતાં તેમણે યુવતીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતાં યુવતી ભાંગી પડી હતી અને તેની સાથે થયેલા દુષ્કર્મની વાત કરતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ અંગે યુવતીને ફરિયાદ કરવા માટે આનંદનગર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં યુવતીએ પોલીસ સમક્ષ હકીકત વર્ણવતા પોલીસે ઘરઘાટી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

આરોપી બહાનું કરીને ઘર છોડી ભાગી ગયો
યુવતી સાથે દુષ્કર્મ કરનાર ઘરઘાટીએ યુવતીને ધમકી આપી હતી કે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ. દરમિયાન બીજા દિવસે સવારે તે બહાનું કરીને ઘર છોડી નાસી ગયો હતો. યુવતીની પૂછપરછ બાદ ભાંડો ફૂટ્યો હતો. આનંદનગર પોલીસ દ્વારા નાસી છૂટેલા આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો