તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગદાન:કોરોનાગ્રસ્ત પત્નીએ બ્રેઈનડેડ પતિના લીવરનું દાન કરવા માટે સંમતિ દર્શાવીને દાખલો બેસાડ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભુપેન્દ્રસિંહ રાવ તેમના પત્ની અગ્નેશ રાવ સાથે - Divya Bhaskar
ભુપેન્દ્રસિંહ રાવ તેમના પત્ની અગ્નેશ રાવ સાથે
 • કોરોનાની સારવાર લઈ રહેલા ભૂપતસિંહના પત્નીએ હોસ્પિટલમાંથી પ્રત્યારોપણ માટે સમંતિ દર્શાવી માનવતાની મિસાલ ઉભી કરી

અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા 54 વર્ષિય ભૂપેન્દ્રસિંહ રાવ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતાં. રવિવારે તેઓ બ્રેઈનડેડ જાહેર થતાં તેમના લિવરનું અન્ય દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. ભુપેન્દ્રસિંહ રાવના પત્ની અગ્નેશ રાવ કોરોના સંક્રમિત હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમના પત્નીને પતિના મૃત્યુની જાણ થતા તેઓએ પતિના લીવરનું અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવા સમંતિ દર્શાવીને માનવતાની મિસાલ ઉભી કરી છે.

54 વર્ષિય ભૂપેન્દ્રસિંહ રાવ
54 વર્ષિય ભૂપેન્દ્રસિંહ રાવ

અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 2019થી SOTTO સંસ્થા કાર્યરત છે
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 2019 થી SOTTO કાર્યરત છે. સોટો અંતર્ગત ICUમાં સારવાર લઇ રહેલા બ્રેઇન ડેડ દર્દીના અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે. તાજેતરમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા SOTTO અંતર્ગત સધન કામગીરી થાય તે માટે કમીટી બનાવવામાં આવી છે. વધુમાં વધુ લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રત્યારોપણમાં સફળતા મળી છે. SOTTO અંતર્ગત બ્રેઇન ડેડ દર્દીના કિડની, લીવર, હ્યદય, સ્વાદુપિંડ, પેશીઓનું પ્રત્યારોપણના ડોનેશન શક્ય બનશે. યુવા દાતાઓના મૃત્યુ બાદ તેમના શરીરના અંગો થકી પાંચ થી છ વ્યક્તિને જીવતદાન આપી શકાય છે.

સિવિલ સુપ્રીનટેન્ડેન્ટ ડૉ.જે.પી. મોદી
સિવિલ સુપ્રીનટેન્ડેન્ટ ડૉ.જે.પી. મોદી

સિવિલ સુપ્રીનટેન્ડેન્ટ ડૉ.જે.પી. મોદી કહે છે કે બ્રેઇન ડેડ દર્દીઓના અંગ અન્ય દર્દીઓના ઉપયોગમાં આવી શકે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષી શકાય તે હેતુથી અંગદાન કરવામાં આવે છે. જે માટે અમારી હોસ્પિટલમાં બ્રેઇનડેડ થયેલ દર્દીઓના સગાને અંગદાન પ્રત્યેની સચોટ માહિતી આપી સમજાવવામાં આવે છે. સરકારી દિશાનિર્દેશ પ્રમાણે GCS સ્કોર પાંચ થી નીચે હોય તેવા દર્દીનો એપ્નીયા ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ સગાનું કાઉન્સેલિંગ કરીને અંગદાન કરવા માટે તૈયાર કરવામાં આવે છે.

SOTTO એ રાજ્ય સ્તરની, NOTTO કેન્દ્ર સ્તરની સંસ્થા છે
SOTTO ના રાજ્ય સ્તરના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી કહે છે કે SOTTO એ રાજ્ય સ્તરની સંસ્થા છે. કેન્દ્ર સરકાર દ્વારા 2014માં NOTTO કાર્યરત કરવામાં આવી છે જેનુ વડુમથક દિલ્હીમાં છે . જેના અંતર્ગત સમગ્ર ભારતભરમાં કુલ 13 SOTTO કાર્યરત કરવામાં આવી છે. અંગ પ્રત્યારોપણનું નામાંકન , જરૂરિયાત ધરાવતા દર્દીનું નામાંકનની સમગ્ર કામગીરી ઓનલાઇન થાય છે. અંગદાતા અને અંગ ગ્રાહીની સંપૂર્ણ માહિતી ઓનલાઇન રજીસ્ટર દ્વારા નિભાવવામાં આવે છે. જેમાં બ્રેઇનડેડ દર્દીઓ થી લઇ અન્ય પ્રકારના દર્દીઓ કે જેમના અંગનું પ્રત્યારોપણ જરૂરિયાતમંદ દર્દીમાં થઇ શકતુ હોય તેવા દર્દીઓના સગાને સમજાવીને તેમની સમંતિ દ્વારા જરૂરિયાતમંદ દર્દીમાં વિવિધ અંગો, અવયવોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીને અંગદાન થકી કાર્યદક્ષતામાં વધારો થાય તે માટે SOTTOની રચના કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો