ધાર્મિક સ્થળોની મુલાકાત:25 ડિસેમ્બરે રામપથ યાત્રા, 22 ફેબ્રુ.એ રામાયણ યાત્રા ટ્રેન સાબરમતીથી ઊપડશે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રામપથ યાત્રા માટે વ્યક્તિ દીઠ 7,560, રામાયણ યાત્રા માટે 16, 065નું પેકેજ

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ની અમદાવાદ રિજનલ ઓફિસ દ્વારા રામજન્મ ભૂમિ સહિત ભગવાન રામ સંબંધિત અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવતી બે અલગ-અલગ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે, જેમાં પહેલી રામપથ યાત્રા ટ્રેન 25 ડિસેમ્બરે સાબરમતીથી ઉપડશે અને 8 દિવસનો પ્રવાસ કરાવી 1 જાન્યુઆરીએ પરત ફરશે. જ્યારે બીજી રામાયણ યાત્રા ટ્રેન 22 ફેબ્રુઆરીએ સાબરમતીથી ઉપડીને 17 દિવસનો પ્રવાસ કરાવી 10 માર્ચે પરત ફરશે. બન્ને ટ્રેનમાં પેસેન્જરોને મુસાફરી દરમિયાન ટ્રેન ટિકિટ, ચા-નાસ્તો, લંચ અને ડિનર, બસ સુવિધા, ધર્મશાળામાં રોકાવાની સુવિધા, ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યોરિટી ગાર્ડ, હાઉસકીપિંગ અને એનાઉન્સમેન્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા આઈઆરસીટીસીના અમદાવાદના રિજનલ મેનેજર વાયુનંદન શુક્લાએ જણાવ્યું કે, સાબરમતીથી 25 ડિસેમ્બરે ઉપડનાર ટ્રેનમાં રૂ.7,560ના પેકેજમાં મુસાફરોને અયોધ્યા, નંદીગ્રામ, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટના દર્શન કરાવાશે, જ્યારે 22 ફેબ્રુઆરીએ ઉપડનાર ટ્રેનમાં મુસાફરોને રૂ.16,065ના પેકેજમાં અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતા સમાધિ સ્થળ, સીતામઢી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, શ્રીંગવેરપુર, નાસિક, હમ્પી અને રામેશ્વરના દર્શન કરાવવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ ટૂરમાં ભાગ લેનાર તમામ શ્રદ્ધાળુઓએ રસીના બન્ને ડોઝ લીધા હોવા જરૂરી છે. સાથે જ ટ્રેન ઉપડતા પહેલા પેસેન્જરોનું થર્મલ સ્ક્રીનિંગ કરવાની સાથે લગેજ અને કોચને પણ સેનેટાઈઝ કરાશે. ટ્રેનમાં પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે જો જરૂર પડે તો રેલવેના ડોક્ટરની પણ જરૂરિયાત મુજબ નજીકના સ્ટેશને વ્યવસ્થા કરાશે. જો કોઈ પેસેન્જર અસ્વસ્થ થાય તો તેને એક અલગ કોચમાં સુવિધા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...