તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકડ સાથે યુવક પકડાયો:મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે રામોલ પોલીસે રૂ. 1.34 કરોડની રોકડ સાથે યુવકને ઝડપી પાડ્યો

અમદાવાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પોલીસે પકડેલો નવરંગપુરાની આંગડિયા પેઢીનો કર્મી ભાવેશ વાળંદ - Divya Bhaskar
પોલીસે પકડેલો નવરંગપુરાની આંગડિયા પેઢીનો કર્મી ભાવેશ વાળંદ
 • આંગડિયા પેઢીનો કર્મી રોકડ રકમના આધાર પુરાવા ન આપી શકતા સવા કરોડથી વધુની રોકડ જપ્ત કરવાની કાર્યવાહી

રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી પર પોલીસ અને ચૂંટણીપંચ ખાસ વોચ રાખતું હોય છે. રામોલ પોલીસે રૂ. 1.34 કરોડની રકમ સાથે આંગડિયા પેઢીના કર્મચારીની રિંગ રોડ પરથી અટકાયત કરી છે. યુવકને રોકડ રકમ અંગે પુછતાં તેની પાસે રકમ બાબતે કોઈ આધાર પુરાવા ન હોય રૂ. 1.34 કરોડની રકમ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી છે.

રિંગ રોડ પરની રેસ્ટોરાં પાસે યુવકને પોલીસે પકડ્યો
ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે રોકડ રકમ અને દારૂની લાલચ ન આપવામાં આવે તેને લઈ ચૂંટણીપંચ દ્વારા પોલીસને ખાસ સૂચના આપવામાં આવે છે. ત્યારે રામોલ પોલીસે રિંગ રોડ પર દાલબાટી રેસ્ટોરાં પાસેથી બાતમીના આધારે ભાવેશ વાળંદ (ઉ.વ.28- રહે. વાણીયા શેરી, સોખડા)ની રૂ 1.34 કરોડ સાથે અટકાયત કરી લીધી હતી.

યુવક નવરંગપુરાની આંગડિયા પેઢીનો કર્મી
રામોલ પીઆઇ કે.એસ. દવેના જણાવ્યા મુજબ, ભાવેશ નવરંગપુરા પી. પ્રવીણ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરે છે અને આ રોકડ રકમ મુંબઈ મલાડ ખાતે આપવા જતો હોવાનું જણાવે છે. જો કે, આ રૂપિયા કોના છે તે બાબતે કોઈ આધાર પુરાવા ન હોવાથી તેની અટકાયત કરી રોકડ રકમ કબ્જે કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો