તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોતાના ગમતા પાત્ર સાથે લગ્ન કરવા પ્રેમી કોઈ પણ હદ સુધી જઇ શકે છે.ત્યારે જ્યારે એક પાત્ર માત્ર કોઈ લાલચ કે બદઇરાદાથી સબંધ રાખે તેનો હંમેશા કરુંણ અંજામ આવતો હોય છે.અમદાવાદના એક યુવકને યુવતી સાથે પ્રેમ થયો પણ યુવતી અને તેનો પરિવાર યુવકને ધીમે ધીમે ફસાવીને રૂપિયા પડાવા લાગ્યો હતો.
આ બધાની વચ્ચે યુવતીના પરિવારે યુવકને લગ્ન કરવા હોય તો રૂપિયાની માગણી કરવા લાગ્યા અને એક દિવસ યુવતીની 3 લાખ રૂપિયાની માગણી યુવક પુરી ન કરી શકતા યુવકને આત્મહત્યા કરવા મજબૂર કરી દીધો હતો. યુવકે આત્મહત્યા કરી લેતા પહેલા સમગ્ર બાબત સુસાઈડ નોટમાં લખી હતી જેના આધારે પોલીસે પ્રેમિકાની ધરપકડ કરી છે.
મુળ ઉત્તરપ્રદેશના મહતાબને 7 ભાઈઓ છે. બધા ભાઈઓ પોત પોતાની રીતે અલગ અલગ જગ્યાએ કામ કરે છે. જેમાં નાનો ભાઈ મહતાબ અમદાવાદમાં રામોલ વિસ્તારમાં કામ કરે છે અને અહીંયા જ ભાડે મકાન રાખીને રહેતો હતો.
આ દરમિયાન મહતાબને તેની પડોશમાં રહેતી યુવતી ફિરદૌસ સાથે મિત્રતા થઈ અને પછી એક બીજાને પ્રેમ થયો .પણ આ પ્રેમમાં મહતાબ ગળાડૂબ હતો જ્યારે ફિરદૌસ અને તેનો પરિવાર તેની પાસે દર મહિને રૂપિયા માંગતા હતા.
આ વાતની જાણ મહતાબના ભાઈને થતા તેને આમ રૂપિયા આપવાની ના પાડી અને સમજાવ્યો પણ આવું બન્યું નહિ. મહતાબે રૂપિયા આપવાનું ચાલુ રાખ્યું. આખરે મહતાબનો ભાઈ ફિરદૌસના પરિવારને મળ્યો અને લગ્ન કરવા માટે નક્કી કર્યું અને શુકનના રૂપિયા આપી સંબંધ નક્કી કર્યા.
પરંતુ થોડા દિવસ બાદ ફિરદૌસ અને તેનો પરિવાર ઉત્તરપ્રદેશ જતો રહ્યો. પણ ત્યાંથી પણ મહતાબ પાસે રૂપિયા મંગાવવાનું ચાલુ રહ્યું અને કહેવા લાગ્યા જો આમ મહતાબ નહિ કરે તો ફિરદૌસ સાથે તેના લગ્ન નહીં થવા દે. હવે મહતાબ પાસે 3 લાખ રૂપિયાની માગણી કરી અને ન આપે તો નિકાહ નહિ થવા દે.
આ બધાની વચ્ચે ફિરદોસે મહતાબને ફોન પર કીધું તું મરજા મુજે તેરી કોઈ જરૂર નહીં. જેથી મહતાબને લાગી આવતા તેને સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે મહતાબના મોત સંદર્ભે જવાબદાર સામે ગુનો નોંધી આજે ફિરદૌસની ધરપકડ કરી લીધી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.