તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:રમણ પટેલના પારિવારિક મિત્ર સંદીપ પ્રજાપતિ, સોમેશ્વર કો.હા. હોદ્દેદારો સામે ઠગાઈની ફરિયાદ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 2015માં મંડળી ફડચામાં ગઈ હોવા છતાં હિસાબો અધિકારીને સોંપ્યા ન હતા
 • મંડળી ફડચામાં ગઈ હોવા છતાં ખેડૂતોની જમીન મંડળીના નામે ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ

પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ અને તેમના પારિવારિક મિત્ર સંદીપ પ્રજાપતિ સહિતના લોકો વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ લોકોએ ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે બનાવેલી સોમેશ્વર કો.ઓ.હા. સોસાયટી લિ. 2015 માં ફડચામાં ગઈ હતી. તેમ છતાં મંડળીના હોદ્દેદારોએ મંડળીના હિસાબો તેમજ મિલકતો ફડચા અધિકારીને સોંપ્યા ન હતા. આટલું જ નહીં મંડળી ફડચામાં ગયા બાદ ખેડૂતોની જમીન મંડળીના નામે ટ્રાન્સફર કરાવી હતી.

શહેરની સહકારી મંડળીઓના સબ ઓડિટર દિનેશકુમાર ભાનુપ્રસાદ ચૌહાણે ધી સોમેશ્વર કો.ઓ.હા.સો.લી.ના હોદ્દેદારો વિરુધ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર આ મંડળીની ઓફિસ થલતેજ ન્યૂયોર્ક ટાવરમાં આવેલી છે. 2 ફેબ્રુઆરી 2015 ના રોજ ફડચામાં ગઈ હોવા અંગે વચગાળાનો હુકમ કરાયો હતો. ત્યારબાદ 4 એપ્રિલ 2015ના રોજ મંડળી ફડચામાં ગઈ હોવા અંગે અંતિમ હુકમ કરાયો હતો. ત્યારબાદ આ મંડળી ફડચા અધિકારીને સોંપી દેવામાં આવી હતી. તેમ છતાં મંડળીના તત્કાલિન ચેરમેન સંદીપ કેશવભાઈ પ્રજાપતિ તેમજ મંડળીના સેક્રેટરી અને હોદ્દેદારોએ મંડળીના ચોપડા, હિસાબ, કાગળો તેમજ મિલકતો ફડચા અધિકારીને સોંપ્યા ન હતા.

500 કરોડની જમીન સહકારી કોઓહોસોલિના નામે કરાવી દીધી હતી
મંડળી ફડચામાં ગયા બાદ મંડળીના તમામ ડોક્યુમેન્ટ્સ અને મિલકતો ફડચા અધિકારીને સોંપવા માટે હોદ્દેદારોને વારંવાર જાણ કરવા છતાં તેમણે ફડચા અધિકારીને કોઈ ડોક્યુમેન્ટ્સ આપ્યાં ન હતા. જેથી તા. 29 અોગસ્ટ 20ના રોજ મંડળીના હોદ્દેદારોને નોટિસ આપીને તમામ રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું હતું. તેમ છતાં આજ દિન સુધી ડોક્યુમેન્ટ્સ અને મિલકતો નહીં સોંપતા આખરે સબ ઓડિટરે મંડળીના હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં મંડળીના તત્કાલીન ચેરમેન સંદીપ પ્રજાપતિ સહિતના હોદ્દેદારો વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે થલતેજના ખેડૂતોની રૂ.500 કરોડની જમીન પોતાના પરિવારના સભ્યોના નામની સોમેશ્વર ખેતી સહકારી કો.ઓ.હા.સો.લિ.ના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી. ત્યારબાદ તે જ જમીન તેમના પારિવારિક મિત્ર સંદીપ પ્રજાપતિ જે સહકારી મંડળીના ચેરમેન હતા તે સોમેશ્વર કો.ઓ.હા.સો.લિ.ના તત્કાલિન ચેરમેન તેમજ હોદ્દેદારોના નામે ટ્રાન્સફર કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો