જીએમડીસી ગ્રાઉન્ડ પર ડો. કુમાર વિશ્વાસના ‘અપને અપને રામ’ કાર્યક્રમનું બે દિવસનું આયોજન કરાયું હતું, જેમાં તેમણે કહ્યું કે, ‘યે ભૂકંપ કી માર સહન કર છપ્પર ઉઠા રહા હૈ શૈર, અલ્લાહ તેરી તાકત દેખી અબ તું મેરી હિંમત દેખ’ આ છે ખમીરવંતા ગુજરાતીઓનો મિજાજ.
ભગવાન રામ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ‘અંતે વિજય તેને મળે છે જેની પાસે રામ જેવી મર્યાદા છે. રામ અને રાવણ વચ્ચે એક પંક્તિનું અંતર છે. પ્રાપ્ત છે તેને પર્યાપ્ત માનો. રાવણ પાસે શું નથી? આપણને કોરોનામાં ખબર પડી કે આપણી પાસે આટલાં કપડાં અને જૂતાં છે, પણ શું કામનાં? રાવણ ઇચ્છાઓની પાશમાં છે જ્યારે રામ ઈચ્છાઓથી મુક્ત છે. આ વાત સમજીને જીવનમાં ઉતારો તો ઘણું છે.
ધાર્મિક પુસ્તક અને સંવિધાનમાંથી હું સંવિધાનની પસંદગી કરીશ
મને ખબર છે કે મારી આ વાત કેટલાકને વિવાદાસ્પદ લાગશે પણ હું હવે વિવાદપ્રૂફ થઈ ગયો છું અને કહું છું કે ઈશ્વર ન કરે પણ મને કોઈ ધર્મનું પુસ્તક અને સંવિધાન આ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહે તો હું સંવિધાનની પસંદગી કરીશ. જો આ વાત બધા સમજી જાય તો આપોઆપ સમરસતા આવી જશે. આંબેડકરના નેતૃત્વમાં સંવિધાન બન્યું છે ત્યારે આ તો આપણા ઘરનો કાનૂન છે અને તેનું પાલન કરવું તે આપણી ફરજ છે. - ડો. કુમાર વિશ્વાસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.