તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:રક્ષાબંધને લગ્ન મુદ્દે ઝઘડો, ભાઈએ બહેનને કાતર મારી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાંદખેડામાં બહેને ભાઈ સામે ફરિયાદ નોંધાવી
  • ભાઈ અન્ય યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો

રક્ષાબંધને બહેનના ઘરે રાખડી બંધાવવા ગયેલા ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો થયો હતો, જેથી માતા અને બહેને બંને છૂટા પાડ્યા હતા. જોકે ઘરે ગયા બાદ ભાઈ દારૂ પીને પાછો આવ્યો હતો અને બહેન ઉપર કાતર વડે હુમલો કર્યો હતો. ભાઈએ નાઈઝીરિયન યુવતી સાથે બીજા લગ્ન કર્યાં બાદ ત્રીજા લગ્ન કરવા માગતો હોવાથી ભાઇ-બહેન વચ્ચે ઝઘડો થયો હતો.

ચાંદખેડા ઉમિયા ડુપ્લેક્સમાં રહેતા લક્ષ્મીબહેન વિજેતાના ઘરે તેમના ભાઈ ત્રિલોચંદસિંહ પત્ની ગ્લોરિયા સાથે રાખડી બંધાવવા આવ્યા હતા. ત્યારે લગ્નના મુદ્દે ત્રિલોચંદસિંહ અને ગ્લોરિયા વચ્ચે બોલાચાલી થતા બંને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ત્રિલોચંદસિંહ દારૂ પીને લક્ષ્મીબહેનના ઘરે આવ્યો હતો અને તેમના હાથ-માથાના ભાગે કાતરથી હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...