નોટિસ:'રક્ષા શક્તિ યુનિ.માં કોર્ટના આદેશ પ્રમાણે ACPC દ્વારા પ્રવેશ નથી થયો'- અરજદાર, હાઇકોર્ટે નોટિસ પાઠવી

5 મહિનો પહેલા
ગુજરાત હાઈકોર્ટ
  • ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે બી.ટેક અને એમ.ટેકની પ્રવેશ કાર્યવાહી એકી સાથે કરવામાં ACPCને હુકમ કર્યો હતો

રક્ષા શક્તિ યુનિવર્સિટી પ્રવેશ કાર્યવાહી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટના આદેશનું પાલન ન કરવા બાબતે નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એટલે કે ACPC , કમિશનર ઓફ હાયર એજ્યુકેશન એન્ડ ટેક્નિકલ એજ્યુકેશનને નોટિસ પાઠવવામાં આવી છે. જે મામલે આગામી 22 માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

પાર્ટી ઇન પર્સન તરીકે અરજદારે 2018માં રક્ષા શક્તિ યુનિ.ને પડકારી હતી
વર્ષ 2018માં પાર્ટી ઇન પર્સન તરીકે અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જે સંદર્ભે 10 એપ્રિલ 2018ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે બી.ટેક અને એમ.ટેકની પ્રવેશ કાર્યવાહી એકી સાથે ACPC દ્વારા કરવામાં આવે તેવો હુકમ કર્યો હતો. જોકે શૈક્ષણિક વર્ષ 2020-2021 મહા ધરાઈ પ્રવેશકાર્યવાહી રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી જેને લઇને અર્ધા યુનિવર્સિટી નોટિસ પણ પાઠવવામાં આવી હતી. તેમ છતાં સંતોષકારક જવાબ ન મળતાં, ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરવામાં આવી હતી, જે આ મામલે કોર્ટે નોટિસ પાઠવી છે.

કોમન એડમિશન પ્રોસેસ થકી પ્રવેશ કાર્યવાહી થાય તેવી માંગ
રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ચાલતા બેચલર ઓફ ટેક્નોલોજી અને માસ્ટર ઓફ ટેક્નોલોજીનાના કોર્સની પ્રવેશ કાર્યવાહીને નિયમ પ્રમાણે ACPCને સોંપાય, તેવી માંગ સાથે જાહેર હિતની અરજીમાં રજૂઆત કરાઈ હતી. વિદ્યાર્થીઓએ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ માટે અલગ-અલગ યુનિવર્સિટી કે કોલેજમાં પ્રવેશ માટે રઝળવું ન પડે અને કોમન એડમિશન પ્રોસેસ થકી પ્રવેશ કાર્યવાહી થાય તે માટે માંગ કરી હતી.

રક્ષા શક્તિ યુનિવર્સિટીનું સંચાલન કેન્દ્ર સરકાર હસ્તક
સુનાવણી દરમિયાન યુનિવર્સિટી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે,' કે કેન્દ્ર સરકાર નોટિફિકેશન પ્રમાણે હવે રક્ષા શક્તિ યુનિવર્સિટીનું સંચાલન કેન્દ્ર સરકાર હસ્તગત છે. જેથી રાજ્ય સરકારની પ્રવેશ સમિતિનો તેમાં કોઈ રોલ રહેતો નથી, જોકે અરજદાર દ્વારા રજૂઆત કરે છે, કે કેન્દ્ર સરકાર નોટીફીકેશન અગાઉ પ્રવેશ કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી કોર્ટના આદેશનો તિરસ્કાર થયો છે.

અન્ય સમાચારો પણ છે...