તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ફરજમાં બેદરકારી દાખવવા બદલ રખિયાલના PSI સસ્પેન્ડ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપી પકડાયાના 90 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી ન હતી
  • ડિફોલ્ટ બેલનો લાભ મળતા કોર્ટમાંથી જામીન અરજી મંજૂર થઈ

શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સપેકટર જે.જે. હળવદિયાને એક આરોપીની ચાર્જશીટ ફાઈલ કરવામાં વિલંબ કરવા બદલ ફરજમોકૂફ કરવાનો ઉચ્ચ અધિકારીએ હુકમ કર્યો હતો.

રખિયાલ પોલીસ દ્વારા ચોરીના ગુનામાં સલમાન ઉર્ફે કાલીયા જમાલખાન પઠાણની 21 ઓગસ્ટ, 2020એ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયો હતો. આ કેસની તપાસ પોલીસ સબ ઈન્સ્પેકટર જે.જે. હળવદિયા દ્વારા કરાઈ રહી છે. આ કેસમાં પોલીસે તેની વિરુદ્ઘ ચાર્જશીટ ભરી આ કામના સહઆરોપી સલમાનખાન ઉર્ફે ભુરાખાન પઠાણને ચાર્જશીટમાં નાસતો ફરતો બતાવ્યો હતો.

પોલીસે ભુરાને પકડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ આરોપી વિરુદ્ધ પુરવણી ચાર્જશીટ કરવા ઉપર તપાસ જારી રાખીને આરોપી કોર્ટ કસ્ટડીમાં હતો. આરોપીની ધરપકડ થયાના 90 દિવસ કરતા વધુ સમય વીતવા છતાં પીએસઆઈ જે. જે. હળવદિયાએ સમય મર્યાદામાં ચાર્જશીટ કરી નહતી.

દરમિયાન આરોપીના વકીલે ક્રિમીનલ પ્રોસિઝર કોડની કલમ 168(2)મુજબ ડીફોલ્ટ બેલનો લાભ મેળવવા માટે કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા આરોપીને ડિફોલ્ટ બેલ મળી ગયા હતા. ત્યારબાદ કોર્ટમાં 12 મે 2021એ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ જોતા પીએસઆઈ જે. જે હળવદિયાએ સમયમર્યાદામાં પુરવણી ચાર્જશીટ નહી કરી ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનુ ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા તેમને ફરજ મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આરોપીના જામીન બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી
પીએસઆઈ જે. જે હળવદિયાએ બીજા આરોપીની ધરપકડ કર્યાના 90 દિવસમાં પુરવણી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી ન હતી. આરોપીને ડિફોલ્ટ બેલ મળી ગયા બાદ કોર્ટમાં પૂરવણી ચાર્જશીટ રજૂ કરી હતી. જેની ગંભીર નોંધ લેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...