તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમિકા માટે પ્રેમી ચોર બન્યો:અમદાવાદમાં ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા 25 એક્ટિવા ચોરનારો રખિયાલનો યુવક ઝડપાયો

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
 • વટવા જીઆઈડીસી પોલીસે યુવક પાસેથી ચોરીના આઠ વાહન કબજે કર્યાં
 • બાપુનગર, શાહીબાગ, ખોખરા, નરોડા, વટવામાંથી યુવકે વાહનો ચોર્યાં હતાં

ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે 25 જેટલા વાહનોની ચોરી કરવાના રવાડે ચઢેલા રીઢા વાહનચોરને વટવા જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે ચોરીનાં આઠ વાહન કબજે કર્યાં છે. સર્વેલન્સ કોન્સ્ટેબલ ભરતસિંહ અને વિજયસિંહને બાતમી મળી હતી કે, એક યુવક સંખ્યાબંધ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો છે, જેના આધારે પોલીસે હકીકતની ખરાઈ કરવા માટે કાર્યવાહી કરી હતી અને વોચ ગોઠવી આરોપી અસ્લમ ઉર્ફે છોટુ અનવરભાઈ શેખ (ઉં. 23, ઇસ્લામનગર, સુંદરમનગર, રખિયાલ)ને ઝડપી લીધો હતો. અસ્લમે કબૂલ્યું હતું કે, તે પોતાની ગર્લફ્રેન્ડ માટે ગમે ત્યાંથી વાહનોની ચોરી કરી લેતો હતો. તે દર વખતે અલગ અલગ એક્ટિવાની ચોરી કરતો હતો. અત્યાર સુધીમાં અસ્લમે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી કુલ 25 એક્ટિવાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

જોક હાલના તબકકે વટવા જીઆઈડીસી પોલીસે આરોપી પાસેથી આઠ એક્ટિવા કબજે કર્યાં હતાં, જે પૈકી વટવા જીઆઈડીસી વિસ્તારમાંથી 3, બાપુનગરમાંથી 1, શાહીબાગમાંથી 2, ખોખરામાંથી 1 અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1 એક્ટિવાની ચોરી કર્યાનું તપાસમાં ખૂલ્યું છે.

પોલીસ 2 મહિનાથી આરોપીને શોધતી હતી
પીઆઈ ડી. આર. ગોહીલે જણાવ્યું કે, આરોપીની બાતમી મળ્યા બાદ તેને પકડવા અનેક વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મગાવ્યાં હતાં, જેનું સ્કેનિંગ કર્યા બાદ આખરે આરોપીની ઓળખ થઈ હતી. સમગ્ર પ્રક્રિયા બે મહિનાથી ચાલતી હતી, જેમાં અંતે પોલીસને સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો