તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગઢડા સ્વામિનારાયણ મંદિરના નવા બનેલા પ્રમુખના મુદ્દે બન્ને પક્ષ હાલ સામ સામે આવી ગયા છે.એસ પી સ્વામીના નજીકના સ્વામીને પ્રમુખ બનતા સ્થાનિક DYSPએ તેમને ગાળો બોલોને માર માર્યો હોવાના CCTV આપ્યા હતા. હવે આ લોકો પુરાવાનો નાશ કરવા માટેની વાતો કરતા હોવાનો દાવો એસ પી સ્વામી કરી રહ્યા છે. એસ પી સ્વામી એવું પણ કહે છે કે DYSP નકુમ મારા પગે લાગીને માફી માંગે તો હું ધર્મગુરુ તરીકે તેને કદાચ માફ પણ કરી દઉં પરંતુ અગાઉના સત્તાધીશોના સમયમાં અનેક ભ્રષ્ટાચાર થયા છે તેમજ અનેક વખત બદનામ થયેલા લોકોને રાકેશ પ્રસાદે નોટિસ સુદ્ધાં નથી આપી અને હવે અમને નોટિસ આપી છે અમે તેમને ધર્મગુરુ તરીકે સ્વીકારતા જ નથી.
અમારી પહેલા અનેક ભ્રષ્ટાચાર અને અનૈતિક કામ થયા
17 થી 18 કરોડના વાર્ષિક વહીવટ ધરાવતા ગઢડા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટ પ્રમુખ એસ.પી. સ્વામિના સમર્થક બની જતા હવે રોજ રોજ નવા વિવાદ સામે આવી રહ્યા છે. એસપી સ્વામી કહે છે કે અમારી પહેલા અનેક ભ્રષ્ટાચાર અને અનૈતિક કામ થયા છે જે અંગે ક્યારેય અન્ય પદાધિકારીઓ દ્વારા નોટિસ આપવામાં આવી નથી.
વધુ એક CCTV એસપી સ્વામી લઈને આવ્યાં
હવે વિરોધી લોકોના વધુ એક CCTV એસપી સ્વામી લઈને આવ્યાં છે. જેમાં તેમને હટાવવા અને પુરવાના નાશ અંગેની વાતો પણ છે.આ તમામ બાબતો સંદર્ભે એસપી સ્વામીએ હવે નોટિસ મોકલનાર રાકેશ પ્રશાદ સામે જ પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે. જેમાં તેઓ આપેલી નોટીસનો જવાબ આપશે પણ તેઓ તેમની સામે થયેલી અરજીઓ મલીજ નથી તેવો દાવો કરી રહ્યા છે.
હરીજીવનદાસ સ્વામીએ એસ.પી.સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી
હરીજીવનદાસ સ્વામી બહાર ગામથી રાત્રીના સમયે પરત આવતા વહીવટી બોર્ડની ઓફીસમાં એસ.પી.સ્વામી, ઘનશ્યામ વલ્લભદાસ સ્વામી અને પાર્ષદ રમેશ ભગત બેઠા હતા. ત્યારે પાર્ષદ રમેશ ભગત ચેરમેન હરીજીવનદાસની ખુરશીમાં બેઠા હતાં. ત્યારે ઓફિસમા આવેલા હરીજીવનદાસ સ્વામીને ત્રણેયે બેફામ ગાળો આપવા લાગ્યા હતાં. રમેશ ભગતના સમર્થનમાં એસ.પી. સ્વામીએ હરજીવનદાસ સ્વામીની પાસે આવીને ગાળો આપીને લોફો ઝીંકી દીધો હતો અને એસ.પી. સ્વામી સહિતના ત્રણેયે હરીજીવનદાસ સ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર મામલે હરીજીવનદાસ સ્વામીએ એસ.પી.સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.