તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન અને તેમનાં પત્ની કોરોના પોઝિટિવ, યુ.એન. મહેતામાં સારવાર હેઠળ દાખલ કરાયા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નરહરિ અમીને ટ્વીટ કરીને માહિતી આપી અને સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવવા કહ્યું

ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમનાં પત્નીને કોરોના પોઝિટિવ આવતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં દિવાળીનો માહોલ છે ત્યારે કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇ કાલે શુક્રવારની એક રાતમાં જ અમદાવાદમાં કોરોનાના નવા કેસોમાં અચાનક ચિંતાજનક વધારો થઇ ગયો છે. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીને દાખલ કરવા પડ્યા હતા. અત્યારસુધીમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે ત્યારે ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. તાજેતરમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

આ અંગે નરહરિ અમીને જાતે ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતાં ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત બરોબર છે, પરંતુ ડોક્ટરની સલાહથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયો છે. મારો અનુરોધ છે કે છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતાને આઇસોલેટ કરીને તપાસ કરાવે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં 219 નવા કેસ નોંધાયા
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર ઊથલો માર્યો છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 219 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3 દર્દીનાં મોત થયાં છે તેમજ કુલ 185 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 12 નવેમ્બરની સાંજથી 13 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 190 અને જિલ્લામાં 29 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 3 દર્દીનાં મોત થયાં છે તેમજ શહેરમાં 167 અને જિલ્લામાં 18 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 44,909 થયો છે, જ્યારે 39,666 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,932 થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો