તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનલોક:રાજપથ ક્લબમાં મેમ્બર સાથે બે ગેસ્ટની એન્ટ્રી શરૂ, ક્લબમાં વર્લ્ડ ક્લાસ ઝકુઝીનું ઉદઘાટન

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેમ્બર 40-40 મિનિટના સ્લોટમાં સ્વિમિંગ કરી શકશે

કોવિડ-19ના કારણે શહેરમાં લાંબા સમયથી બંધ રહેલી ક્લબો ધીરે ધીરે ખૂલવા લાગી છે. હવે રસીકરણ પણ કરવામાં આવતા લોકોે રાહતનો શ્વાસ લીધો છે. એવામાં શનિવારથી શહેરની રાજપથ ક્લબમાં સભ્ય સાથે ગેસ્ટને એન્ટ્રી આપવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ક્લબમાં સ્વિમિંગ અને ઝકુઝીનું પ્રમુખહસ્તે ઉદઘાટન કરાયું હતું.

ક્લબના સભ્યોએ ગેસ્ટ સાથે પ્રવેશની મંજૂરી માટે અપીલ કરતાં, ક્લબના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો.વિક્રમ પટેલે હવે ક્લબમાં ગેસ્ટને એન્ટ્રી આપવાનો નિર્ણય કર્યો છે. જો કે, ગેસ્ટને સોમવારથી શનિવાર દરમિયાન જ પ્રવેશ અપાશે. સભ્યદીઠ 2 ગેસ્ટને પરવાનગી અપાઇ છે. રાજપથ ક્લબમાં તૈયાર થયેલાં વર્લ્ડક્લાસ ઝકુઝીનું પ્રેસિડેન્ટ જગદીશ પટેલના હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ ઉપરાંત સરકારની ગાઇડ લાઇન પ્રમાણે સ્વિમિંગ પુલ શરૂ કરાયો છે, જેમાં સભ્યોને 40-40મિનિટના સ્લોટ પડાયા છે. ક્લબમાં કોરોનાની ગાઇટલાઇનનું ચુસ્ત પાલન થાય તેની પણ તકેદારી રખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો