તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:રાજકોટની કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડનો આજે રિપોર્ટ આવશે, PM નરેન્દ્ર મોદીએ ઝાયડસ બાયોટેક પાર્કમાં કોરોનાની રસીની કામગીરીનું નિરીક્ષણ કર્યું

8 મહિનો પહેલા

નમસ્કાર!

રાજકોટમાં અગ્નિકાંડનો આજે રિપોર્ટ આવશે, ગુરૂવારે મધરાતે લાગેલી આગમાં 5 દર્દી બળીને ભડથું થયા હતા. કોરોના સંક્રમણને અટકાવવા કિશનવાડી ગધેડા શાકભાજી માર્કેને 3 દિવસ બંધ રાખવાનો તંત્રનો નિર્ણય. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ44,149.72-110.02
ડોલરરૂ.74.04-0.08
સોનું(અમદાવાદ) પ્રતિ 10 ગ્રામરૂ.50,300-500

આ 4 ઘટના પર રહેશે નજર
1) રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં આજે રિપોર્ટ આવશે
2) વડોદરામાં કોરોના સંક્રમણને અટકાવવા કિશનવાડી ગધેડા શાકભાજી માર્કેટ ત્રણ દિવસ બંધ રાખવા તંત્રનો નિર્ણય
3) રાજકોટની કોવિડ અને નોન કોવિડ હોસ્પિટલમાં ફાયર વિભાગનું ચેકિંગ
4) કોરોનામાં દંડની સખત કાર્યવાહીને લઈ આજે બીજા દિવસે પણ બગસરા બંધ રહેશે

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) નરેન્દ્ર મોદીએ ઝાયડસ કેડિલાની કોરોના રસીની કામગીરીને પ્લાન્ટમાં જઈ નિહાળ્યું

ઝાયડસ બાયોટેકમાં ઝાયકોવ-ડી વેક્સિનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે ગઈકાલે સવારે વડાપ્રધાન મોદી અમદાવાદ પાસેના ચાંગોદર ખાતેના ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યાં હતાં. અહીં કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વેક્સિનનું પ્લાન્ટમાં નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાનની ઝાયડસના ચેરમેન પંકજ પટેલ અને વૈજ્ઞાનિકો સાથે બેઠક થઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

2)અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી સી-પ્લેન સેવા બંધ, મેઇન્ટેનન્સ માટે પ્લેન માલદીવ્સ પહોંચ્યું
અમદાવાદ અને કેવડિયા સુધીની સી-પ્લેન સેવાનું વડાપ્રધાન મોદીએ 31મી ઓક્ટોબરે ઉદઘાટન કર્યું હતું. એક મહિનાના સમયગાળામાં ગઈકાલે સાબરમતી રિવરફ્રન્ટથી સી-પ્લેન મેઈન્ટેનન્સ માટે માલદીવ્સ જવા રવાના થયું હતું. ઉદઘાટન બાદ ફરી મોદીના ગુજરાત મુલાકાતે હતા ત્યારે જ સી-પ્લેન મેઈન્ટેનન્સના નામે બંધ થયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજ્ય સરકારે રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ નિવૃત્ત જજ કે. એ. પૂંજને સોંપીરાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 26મીની રાતની ભીષણ આગમાં કોરોનાના 5 દર્દીના મોત થયા હતા. શનિવારે સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓની બેઠકો થઈ હતી. કોંગ્રેસના હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યો હતો કે, લોકચર્ચા મુજબ ધમણને કારણે આગ લાગી હોવાની શંકા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગની દુર્ઘટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ કે. એ પુંજ ને સોંપવાનો નિર્ણય કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

(4)વડોદરામાં શોપિંગ મોલની 200થી વધુ દુકાનો સીલ, માસ્ક વગરના 1422 લોકો દંડાયા
વડોદરામાં કોરોનાના ચિંતાજનક કેસોનો વધ્યા છે. મહાનગર સેવા સદન અને પોલીસની એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઇંગ સ્ક્વોડે શહેરના તમામ વિસ્તારોમાં કડક ચેકીંગ શરૂ કરી ઇવા મોલ, ઈન ઓરબિટ મોલ, રિલાયન્સ સ્માર્ટ સુપર માર્કેટ, સેન્ટ્રલ મોલ સહિત શોપિંગ મોલ સહિત 200થી વધુ દુકાનો સીલ કરી હતી. પોલીસે માસ્ક વગરના 1422 લોકોને પકડી રૂ. 14.22 લાખ દંડ વસુલ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

(5)અમદાવાદની હાજી વોશ કંપનીની ટાંકી સફાઈ કરતા બે કર્મચારીઓના ગૂંગળાવાથી મોત
અમદાવાદના પીરાણા-પીપળજ નજીક સુએજ ફાર્મ પાસે આવેલા હાજી વોશ કંપનીની ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામણના કારણે મોત થયા હતા. ટાંકીમાં ઉતરેલા હરિકિશન અને મલખામ નામના બંને કામદારો લાંબા સમય સુધી ટાંકીમાંથી બહાર ન આવતા તપાસ કરતા બંને બેભાન હાલતમાં ટાંકીમાં પડ્યા હતા. 108ને ઘટનાની જાણ કરતા ટીમ બનાવના સ્થળે પહોંચી હતી. જ્યાં 108ની ટીમે બન્નેને મૃત જાહેર કર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

આજે દેશમાં

  • PM મોદી આજે સવારે 11 વાગ્યે મન કી બાત કરશે. મન કી બાત-2માં 18મી વખત વડાપ્રધાન સંબોધન કરશે
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વનડે સીરીઝમાં આજે બીજો મુકાબલો, સિડનીમાં મેચ રમાશે
અન્ય સમાચારો પણ છે...