એક્સક્લૂઝિવ:આજે પણ કોરોના નામથી ફફડે છે સોની પરિવાર, 18 કલાકમાં જ ગોલ્ડ એસો.ના પ્રમુખના ભાઈ-ભાભી મોતને ભેટ્યાં હતા

રાજકોટ10 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
સોની પરિવાર અને ઈન્સેટમાં મૃતક દંપતી હરીશ સાહોલિયા અને હંસાબહેન સાહોલિયા.
  • સોની પરિવાર પર આવેલી આપત્તિના આજે પણ યાદ કરે તો આંખમાં પાણી આવી જાય છે
  • બે-બે સ્વજનના મોત થતા પરિવાર હજુ પણ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી

ગુજરાતમાં કોરોનાને એક વર્ષ થઈ ગયું છે પણ આ એક વર્ષ સૌ કોઈ માટે અતિ મુશ્કેલ રહ્યું છે. તેમાં પણ રાજકોટના સોની પરિવાર પર તો કોરોના નામનું આભ ફાટ્યું હતું. ગોલ્ડ એસોસિયેશનના પ્રમુખના ભાઈ હરીભાઈ સાહોલિયા અને ભાભી હંસાબહેન સાહોલિયાના 18 કલાકમાં જ મોત થયા હતા. જેને પગલે આજે પણ સોની પરિવાર કોરોનાના નામથી ફફડી ઉઠે છે. માત્ર એટલું જ નહીં, કોરોના રાજકોટની સોની બજારના 35થી વધુ વેપારીઓને ભરખી ગયો હતો.

કોરોનામાં ભાઈ-ભાભી ગુમાવવા અંગે ગોલ્ડ એસોસિયેશનના પ્રમુખ ભાયાભાઈ સોનીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,‘ કોરોનાને એક વર્ષ પૂરું થયું છતાં સતત કેસ વધી રહ્યા છે. 100 વર્ષમાં નથી આવી તેવી ગંભીર બીમારી આવી છે, અચાનક પરિવાર પર ખરાબ સમય આવ્યો હતો અને પરિવાર વેરવિખેર થઇ ગયો હતો, મારા ઘરમાં 18 કલાકમાં જ ભાઈ-ભાભીએ કોરોનોને કારણે દમ તોડ્યો હતો. આજે પણ અમારો પરિવાર કોરોનાના નામથી ફફડી રહ્યો છે.

આ પણ વાંચોઃ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફરજ પર રહેલા ગુજરાત પોલીસના 1લા કોરોના પેશન્ટ, ફેમિલીને એમ જ હતું કે કદાચ આ હવે પાછો નહીં આવે

આવી આપત્તિ બીજા કોઇ પરિવાર પર ન આવે
ભાયાભાઈ સોની આગળ કહે છે, અમારો પરિવાર આ માહોલમાંથી બહાર આવી શક્યો નથી. લોકોને અપીલ છે કે નિયમોનું પાલન કરે, તેમનું તેમના પરિવારનું અને આસપાસના લોકોના સ્વાસ્થ્યની જાળવણી કરે. અમારા પરિવાર પર આવેલી આપત્તિ બીજા કોઇ પરિવાર પર ન આવે તે માટે લોકોને વારંવાર નિયમો પાલન કરવા અપીલ કરું છું’

કોઇએ મિત્ર તો કોઇએ સ્વજન ગુમાવ્યા
ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં આવ્યો હતો. કોરોનાના એક વર્ષ દરમિયાન અનેક ઉતાર ચડાવ આવ્યા છે. કોરોનાથી કોઇએ ભાઇ-ભાભી તો કોઇએ અંગત મિત્ર અને સ્વજનો ગુમાવ્યા છે. માર્ચ મહિનામાં અચાનક કોરોના કેસ વધતા જતા સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું અને આ સમયે કોરોના કેસની સંખ્યા દિન પ્રતિદિન વધતી જતી હતી. એક સમયે રાજકોટ સોની બજારમાં પણ કોરોનાએ પ્રવેશ કરતા સમગ્ર બજારને કોરોનાએ બાનમાં લીધી હતી. કોરોનાથી રાજકોટ સોની બજારના 35થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

4 દિવસની સારવારમાં જ સોની દંપતીનું મોત થયું હતું
કોરોના સંક્રમણે સોની બજારમાં પ્રવેશ કરતા રાજકોટ ગોલ્ડ ડિલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાના નાના ભાઈ અને તેની પત્નીનું 4 દિવસની ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ભાયાભાઈના નાનાભાઈ હરીશભાઈ સાહોલિયાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું અને તેની 18 કલાક બાદ તેમના પત્ની એટલે કે હંસાબહેન હરીશભાઇ સાહોલિયાનું મોત થયું હતું.

સોની બજારમાં કોરોનાને કારણે 35 લોકોના મોત
સોની બજારમાં કોરોનાનું કાળચક્ર એવું ફરી વળ્યું કે રોજ એક સોની અગ્રણીનું મોત નીપજી રહ્યું હતું. રાજકોટ શહેરની સોની બજારમાં 35 સોની વેપારી અને તેના પરિવારજનો મળીને લગભગ 50 દિવસમાં કુલ 40 લોકોના મોત નીપજ્યા હતા. કોરોના પર કાબૂ મેળવવા સોની બજારમાં 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે ભાઈને ગુમાવનાર ગોલ્ડ ડિલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઈએ શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા લોકડાઉનની માંગ કરી હતી.

સંક્રમણ વધવા પાછળ ગીચતા જવાબદાર
રાજકોટની સોની બજારમાં 1500થી વધુ નાની-મોટી જ્વેલરી શોપ આવેલી છે. જેમાં 25 હજાર જેટલા બંગાળી કારીગરો કામ કરે છે. પરંતુ મોટાભાગના કારીગરો લોકડાઉન બાદ પોતાના વતન જતા રહ્યા હતા તેમજ આખી બજાર સાંકડી શેરીઓમાં આવેલી છે. જેને લઈને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું લગભગ અશક્ય બની ગયું હતું. મોટાભાગના વેપારીઓ નવા રાજકોટમાં રહેતા હોય છે. જે અહીંનું સંક્રમણ લઈને ઘરે જતા હોવાથી સમગ્ર શહેરમાં પણ સંક્રમણ વધવાનો સતત ભય રહેતો હતો.

કોરોનામાં જીવ ગુમાવનાર જાણીતા સોની અગ્રણીઓ

1. મુકુંદભાઈ ઓડેસરા
2. પી.જી. બારભાયા
3. કિશોરભાઈ શાહ
4. દીપકભાઈ આદિનાથ
5. બાબાલાલ (શ્રીજી જ્વેલર્સ)
6. સુરેશભાઈ ઓડેસરા
7. કાંતિભાઈ ઓડેસરા
8. વજુભાઈ ઓડેસરા
9. મધુબેન ઓડેસરા
10. નટુભાઈ ઓડેસરા (મોરબી)
11. પ્રવીણભાઈ (ગોંડલ),
12. હરીશભાઈ સાહોલિયા
13. હંસાબેન સાહોલિયા
14.શશિકાંતભાઈ
15. જગદીશભાઈ ધંધુકીયા
16. પરેશભાઈ

આ પણ વાંચો

ગુજરાતમાં કોરોનાના 1લા પેશન્ટ નદીમે કહ્યું, 'આ તો જેને થાય તેને જ ખબર પડે, 3 મહિના ઘરની ચાર દિવાલમાં રહ્યો, સાજો થતાં જ પુત્રને પેટ પર બેસાડ્યો'

ગુજરાતમાં કોરોનાની 1લી પેશન્ટ રીટાએ કહ્યું, એ 14 દિવસ હું ક્યારેય નહીં ભૂલું, એક તરફ એકલતા અને બીજી તરફ મોત આપતી બીમારી

અન્ય સમાચારો પણ છે...