તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:રાજકોટની યુવતીને કોર્પોરેટ જોબની લાલચ આપી MD ડ્રગ્સ અને દારૂ પીને અમદાવાદના પાંચ શખ્સોએ ગેંગરેપ કર્યો

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજકોટની યુવતીને અમદાવાદમાં નોકરીની લાલચ આપી પાંચ યુવકોએ અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતી પર ગેંગરેપ કર્યો હતો. MD ડ્રગ્સનો નશો કરી અને પિસ્તોલના નોક પર આરોપીઓએ ચાલુ કારમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સૌથી પહેલા કોર્પોરેટ ઇવેન્ટના બહાને યુવતીને આબુ ત્યાંથી ઉદેપુરની રેડીશન બ્લુ હોટલમાં લઈ ગયા હતા. જ્યાં કોલડ્રીંક્સમાં દારૂ મેળવી યુવતીને બેહોશ કરી બે આરોપીએ ગેંગ રેપ કર્યો બાદમાં વીડિયો અને ફોટો ઉતારી લીધા હતા. સાઉથ બોપલના ગાલા મારવેલા ફ્લેટ અને હોટેલોમાં યુવતીને લઈ જઈ આરોપીઓ બે માસ સુધી અનેકવાર ગેંગરેપ કરી ચૂક્યા હતા. મહિલા પશ્ચિમ પોલીસે પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કોર્પોરેટ ઇવેન્ટ હોવાનું કહી આબુ લઈ ગયા
રાજકોટના 40 ફૂટ મેઈન રોડ પરની સોસાયટીમાં રહેતી યુવતીને ઇસનપુરના માલદેવ ભરવાડે સ્નેપચેટ એકાઉન્ટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. કોર્પોરેટ જોબ અપાવવાની લાલચ આપી અને બન્ને વચ્ચે નંબરની આપલે થઈ હતી. તે પછી માલદેવએ લોગાર્ડન રેડીશન બ્લુના કેફેમાં પ્રજ્ઞેશ અને જીતેન્દ્રપુરી સાથે યુવતીની મુલાકાત કરાવી હતી. બન્નેએ યુવતીને આબુમાં અમારા મિત્રે કોર્પોરેટ ઇવેન્ટ ગોઠવી છે, ત્યાં તારું કામ થઈ જશે તેમ કહી આબુ લઈ ગયા હતા. તે પછી પ્રજ્ઞેશે મારો મિત્ર ઉદેપુરમાં મળશે તેમ કહી રેડીશન બ્લુ હોટેલમાં લઈ ગયા હતા. જ્યા બન્ને આરોપીઓએ યુવતીને ઠંડા પીણામાં દારૂ મિલાવી પીવડાવી દીધો અને બેહોશ કરી હતી.

અમદાવાદમાં જોબનું સેટિંગ કર્યું હોવાનું કહી બોલાવી
ત્યારબાદ પ્રજ્ઞેશ અને જીતેન્દ્રએ યુવતી પર ગેંગ રેપ કર્યો જેના ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. યુવતી સવારે ઉઠી ત્યારે બન્ને આરોપીને અને પોતાને નગ્ન હાલતમાં જોઈ ચોકી હતી. જ્યાંથી યુવતી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને સીધી ગોવા ગઈ હતી. બાદમાં પ્રજ્ઞેશ અને જીતેન્દ્રગીરી ફોન પર તેના સંપર્કમાં હતા. તે પછી આરોપીઓએ યુવતીને તારા રહેવા માટે અમે ફ્લેટની અને જોબની વ્યવસ્થા કરી છે. તેમ કહી અમદાવાદ બોલાવી અને સાઉથ બોપલના ગાલા મારવેલા ફ્લેટમાં રાખી હતી.

ચાલુ કારે આરોપીએ નશો કરી રેપ કર્યો
2 ઓક્ટોમ્બરે માલદેવ ભરવાડ અને પ્રજ્ઞેશ પટેલે બાયોડેટા લઈ કોર્પોરેટ મિત્રને તારી નોકરી માટે ગાંધીધામ મળવા જવાનું છે. કહી યુવતીને ગાંધીધામ લઈ ગયા હતા. જ્યાં હોટલમાં માલદેવ અને પ્રજ્ઞેશએ એમડી ડ્રગ્સનો નશો પીડિતાની હાજરીમાં કર્યો હતો. આરોપીઓએ ઉદેપુરની હોટલમાં થયેલા ગેંગરેપના ફોટા અને વીડિયો બતાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. તે પછી બન્નેએ પીડિતા પર હોટલના રૂમમાં બે વાર ગેંગરેપ કર્યો હતો. અમદાવાદ પરત ફરતી વખતે ચાલુ કારમાં માલદેવે એમડી ડ્રગ્સનો નશો કર્યો પિસ્તોલ બતાવી ચાલુ કારે પીડિતા પર રેપ કર્યો હતો. બાદમાં પ્રજ્ઞેશે પણ એમડી ડ્રગ્સનો નશો કરવાનું શરૂ કર્યું તે સમયે પેટ્રોલ પમ્પ પર આરોપીએ ગાડી રોકી હતી. પ્રજ્ઞેશ કારમાંથી ઉતરી પાછળની સીટ પર પહોંચે તે પહેલાં જ યુવતી કારમાંથી સામાન લઈ ઉતરી ગઈ અને પેટ્રોલ પમ્પ પર જતી રહી હતી.

બ્લેકમેઇલિંગથી કંટાળી પીડિતાએ ફરિયાદ કરી
આ ઘટના બાદ આરોપી પ્રજ્ઞેશ, જીતેન્દ્રપુરી, માલદેવ અને જયમીને પીડિતા પર ગેંગ રેપ કર્યો હતો. જ્યારે આરોપી નીલમ પીડિતાનો પાસપોર્ટ અને પૈસા પોતાની પાસે રાખી મળવા માટે દબાણ કરતો હતો. ગેંગરેપ અને બ્લેકમેઇલિંગથી કંટાળેલી પીડિતાએ પોતાને મુક્ત કરવા આરોપીઓને આજીજી કરી હતી. જોકે આરોપીઓએ તેણે ગોંધી રાખી અને પોતાની મરજી મુજબ ઉપયોગ કરતા હતા. પ્રજ્ઞેશની પત્ની એકવાર ગાલા મારવેલા ફ્લેટ પર પહોંચી અને પીડિતાને જોઈ ગુસ્સે થઈ હતી. તે સમયે પાંચે આરોપીઓ વચ્ચે બોલાચાલી અને તકરાર થઈ હતી. આ દરમિયાન પીડિતા પોતાનો સામાન લીધા વગર ત્યાંથી નીકળી ગઈ અને હોટલમાં રોકાઈ હતી. યુવતીએ વકીલની સલાહ લઈ પોલીસમાં અરજી કરતા મહિલા પશ્ચિમ પોલીસે પાંચે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...