ચૂંટણી પહેલા જ મારામારી:અમદાવાદમાં રાજસ્થાન સેવા સમિતિની ચૂંટણી, ભરત મહેતાએ ક્લાર્ક ધીરેન શાહને ‘તું મને કેમ ફોર્મ નથી આપી રહ્યો’ કહી લાફો માર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરના શાહીબાગમાં રાજસ્થાન સેવા સમિતિની ચૂંટણી પહેલા જ ઓફિસમાં એક વ્યક્તિએ ક્લાર્ક સાથે રકઝક કરી તેના પર હુમલો કરતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શાહીબાગની રાજસ્થાન સેવા સમિતિમાં 22 વર્ષથી ક્લાર્ક તરીકે નોકરી કરતા ધીરેન શાહ ફરજ પર હાજર હતા. આ દરમિયાન ઓફિસમાં સેવા સિમિતિની ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ સમયે ભરત મહેતા પણ ફોર્મ ભરવા માટે આવ્યા હતા. પરંતુ ભીડ વધારે હોવાથી ભરત મહેતાએ ધીરેન શાહને તું મને કેમ ફોર્મ નથી આપી રહ્યો કહી લાફો મારી તેમના પર હુમલો કર્યો હતો. માત્ર એટલું જ નહીં, તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપીહતી.

આ અંગે ધીરેન શાહે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ભરત મહેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...