તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જટિલ સર્જરી:રાજસ્થાનના દર્દીને ગરદનના ભાગે ઈજા પહોંચતા મણકા ખસી ગયાં હતાં, અમદાવાદ સિવિલમાં સફળ સર્જરી કરવામાં આવી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેશલાલના પાડોશી ભીમલાલ જણાવે છે કે સિવિલ હોસ્પિટલના કારણે સુરેશલાલ ગંભીર પીડામાંથી મુક્ત થયા - Divya Bhaskar
સુરેશલાલના પાડોશી ભીમલાલ જણાવે છે કે સિવિલ હોસ્પિટલના કારણે સુરેશલાલ ગંભીર પીડામાંથી મુક્ત થયા
  • કોરોનાકાળમાં સિવિલના સ્પાઇન સર્જરી વિભાગે 437 જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી.
  • સર્જરી વખતે શરીરના અન્ય ભાગના ચેતાતંતુઓને નુકસાન પહોંચે તો દર્દીની કોમામાં સરી પડે તેવી શક્યતાઓ હોય છે.

કોરોનાની બીજી લહેર ખૂબજ ઘાતક સાબિત થઈ હતી. આ દરમિયાન દેશના અનેક રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતિ હતી. કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી રહ્યુ હતું કે અન્ય દર્દીઓની સારવાર કેવી રીતે થશે તે એક સવાલ હતો. રાજસ્થાનના એક દર્દીને ગરદનમાં ઈજા થતાં ત્યાંની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ગયાં હતાં. પરંતુ તેમને પોતાના દર્દની સારવાર ત્યાં મળી શકી નહોતી. આખરે તેઓ અમદાવાદ આવ્યાં અને સિવિલ હોસ્પિટલમાં સારાવાર લઈને ફરીવાર નવજીવન પામ્યાં છે.

સુરેશલાલને ગરદનના ભાગે ઈજા પહોંચી હતી
રાજસ્થાનના રાજસમન્દ જિલ્લાના રહેવાસી સુરેશલાલને ગરદનના ભાગે ઈજા પહોંચી હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે તેઓ હલનચલન પણ કરી શકતાં નહોતા. 30 વર્ષની ઉંમરના સુરેશલાલ પોતાની સારવાર માટે રાજસ્થાનની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ગયાં પણ ત્યાં તેમને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. ત્યાંના તબિબોએ તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જઈને સારવાર મેળવવા જણાવ્યું. ત્યારે તેઓ રાજસ્થાનની લૉકડાઉનની સ્થિતિમાં અમદાવાદ સિવિલમાં આવી પહોંચ્યાં હતાં.

ગરદનના ભાગના બંને મણકા ખસી ગયાં હતાં
ગરદનના ભાગના બંને મણકા ખસી ગયાં હતાં

ગરદનના ભાગમાં મણકા ખસી ગયાં હતાં
અમદાવાદ સિવિલના તબીબોએ સુરેશલાલના X RAY, સી.ટી. સ્કેન, MRI. જેવા તમામ જરૂરી રીપોર્ટ કરાવ્યા. આ રીપોર્ટના આધારે ઇજાની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. રીપોર્ટસ અનુસાર સુરેશલાલના “ગરદનના ભાગમાં C-1 અને C-2 પ્રકારના મણકા ખસી ગયા હતા. અને તેમને અનિવાર્ય સર્જરી કરાવવી જ પડે તેમ હતી. આ ઘટના અંગે વાતચીત કરતા સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ, ઓર્થોપેડિક વિભાગના વડા અને સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી કહે છે, “સુરેશલાલના ગરદનના ભાગના બંને મણકા ખસી ગયા હતા. જેની સર્જરી જટીલ હતી.

ચેતાતંતુઓને નુકસાન થાય તો દર્દી કોમામાં સરી પડે
તે સમયે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો હતો ત્યારે આ સર્જરી માટે સમય કાઢવો મુશ્કેલ હતો.વળી કોરોનાના કારણે સંક્રમણનો ભય પર સતાવતો હતો પણ અમે આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનો નિર્ધાર કર્યો. આ સર્જરીની ગંભીરતા સમજાવતા ડૉ. મોદી કહે છે કે, આ સર્જરી સમયે સતત ન્યુરો મોનીટરીંગ કરવું પડે છે. કારણ કે સર્જરી વખતે શરીરના અન્ય ભાગના ચેતાતંતુઓને નુકસાન પહોંચે તો દર્દીની કોમામાં સરી પડવાની શક્યતા અથવા મૃ્ત્યુ પામવાની સંભાવના પ્રબળ હોય છે.

હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે. દર્દી હવે હલન-ચલન પણ કરી શકે છે
હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે. દર્દી હવે હલન-ચલન પણ કરી શકે છે

સર્જરી બાદ દર્દીની સ્થિતિ સ્થિર થઈ
હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે. દર્દી હવે હલન-ચલન પણ કરી શકે છે. આમ સિવિલ હોસ્પિટલે રાજસ્થાનના સુરેશલાલને પીડામુક્ત કર્યા. સુરેશલાલ સર્જરી બાદના પ્રતિભાવમાં સુરેશલાલના પાડોશી ભીમલાલ જણાવે છે કે” અમદાવાદની સિવિલ હોસ્પિટલના કારણે સુરેશલાલ ગંભીર પીડામાંથી મુક્ત થયા છે. જ્યારે રાજસ્થાનની સરકારી અને ખાનગી હોસ્પિટલે સુરેશલાલની સર્જરી ન કરી ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ તેમની વ્હારે આવી.

સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી
સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી

સિવિલમાં 437 સ્પાઈનની સર્જરી થઈ
સુરેશલાલ એ એક માત્ર આવા દર્દી નથી જેમને સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગે પીડામુક્ત કર્યા હોય. કોરોનાકાળમાં 437 થી વધારે જટીલ સ્પાઇન સર્જરી સિવિલ હોસ્પિટલના તબીબોએ કરી. ગુજરાત રાજ્ય “વસુદૈવ કુટંબકમ્”ની ભાવનાના ધ્યેય મંત્ર સાથે વિકાસ સાધી રહ્યું છે.રાજ્યની આરોગ્ય સેવાઓનો લાભ માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોના નાગરિકો પણ મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...