તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર:રાજસ્થાન લઈ જવાના રૂ. 40 હજાર માગ્યા, 3 દિવસ બાઈક મોડિફાઈ કરી, રૂ. 1300નું પેટ્રોલ ભરાવી 9 લોકો રવાના થયા

અમદાવાદ9 મહિનો પહેલાલેખક: સંકેત ઠાકર
 • કૉપી લિંક
બાઈકને મોડીફાઈ કરી પાછલ ટ્રોલી લગાવી વતન જવા નિકળ્યા. - Divya Bhaskar
બાઈકને મોડીફાઈ કરી પાછલ ટ્રોલી લગાવી વતન જવા નિકળ્યા.
 • રાજકોટના મૂર્તિ કામ કરતા પરિવારને આત્મનિર્ભર ગાડી બનાવીને 650 કિલોમીટર સુધીનો વતન પરત જવાનો પ્રવાસ શરૂ કર્યો

આત્મનિર્ભર ભારત અભિયાનનું આનાથી બીજુ શ્રેષ્ઠ ઉદાહરણ શું હોઈ શકે. ! મૂળ રાજસ્થાનના પાલીનો આ શ્રમિક પરિવાર રાજકોટમાં રહીને મૂર્તિ બનાવવાનું કામ કરતો હતો. લૉકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ થતા વતન જવા માટે પરિવારે લક્ઝરી બસના સંચાલકોનો સંપર્ક કર્યો તો તેમણે વતન લઈ જવાના રૂ.40 હજાર કહ્યા. ખિસ્સામાં માત્ર 2 હજાર રૂપિયા અને પરિવારમાં 9 સભ્યો. કેવી રીતે વતન પહોંચીશું? આ સવાલ લઈને હાથ પર હાથ રાખીને બેસી રહેવાની બદલે પરિવારના મોભી સોમાભાઈએ 3 દિવસમાં પોતાના બાઈકને મોડીફાઈ કરી પાછલ ટ્રોલી લગાવી વતન માટે નીકળી પડ્યા.
રસ્તામાં 3 વખત બાઈકનું એક્સેલ તૂટી જતા તે રિપેર કરાવ્યું 
રાજકોટથી 350 કિલોમીટરનું અંતર કાપી પહોંચેલા સોમાભાઈએ જણાવ્યું હતું કે, હવે 360 કિલોમીટરનું અંતર બાકી છે. રૂ. 1300ના પેટ્રોલમાં અમે અમારા વતન પહોંચી જશું. રસ્તામાં 3 વખત બાઈકનું એક્સેલ તૂટી જતા તે રિપેર કરાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો