29મીથી બુધનો ઉદય થશે:મેષ, કર્ક અને સિંહ રાશિ માટે રાજયોગ
બુધ ગ્રહની સ્થિતિમાં થોડું પણ પરિવર્તન જીવન પર મોટી અસર કરી શકે છે. 29 જુલાઈ, શુક્રવારના રોજ બુધ ગ્રહ ઉદય થશે. કોઈપણ ગ્રહ અસ્ત ક્યારે થાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે છે ત્યારે તે અસ્ત થઈ જાય છે. ગ્રહના અસ્ત થવાથી તેની શક્તિઓ ઘટે છે અને તે અશુભ ફળ આપવા લાગે છે. જોકે 29 જુલાઈના રોજ બુધના ઉદય થતાં જ 8 રાશિના લોકોને શુભ ફળ મળવાની શક્યતાઓ છે.
8 રાશિના જાતકો માટે આર્થિક લાભના યોગ
- મેષ - આ રાશિમાં બુધ બીજા સ્થાને ઉદય થઈને રાજયોગ બનાવશે. જેમ કે- વકીલ, શિક્ષક, મીડિયા, માર્કેટિંગ વગેરે તેમને લાભ મળી શકે છે.
- મિથુન - બુધનો ઉદય મિથુન રાશિના લોકોને ધનલાભની સંભાવના છે. આવકમાં વધારો થઈ શકે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે.
- કર્ક - આ લોકોની કુંડળીમાં બુધ દેવ ઉદય થતા રાજયોગનું નિર્માણ થઈ શકે. બુધ 11માં ભાવમાં ઉદય થશે, જેને આવક, લાભનું સ્થાન કહેવાય છે.
- સિંહ - બુધ ગ્રહ રાશિથી દશમા સ્થાને ઉદય થશે, જેને કર્મ અને જોબનું સ્થાન કહેવામાં આવે છે. તમને સારો ધનલાભ થઈ શકે છે.
- કન્યા - જાતકોને નોકરી, વેપારમાં લાભ અને આવક વધવાની શક્યતા છે.
- તુલા - બુધના ઉદયથી નોકરીમાં પ્રમોશન, વેપારીઓનું નેટવર્ક વધી શકે.
- વૃશ્ચિક - સંપત્તિ લાભ મળી શકે, કુંવારા માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે.
- મકર - જીવનસાથી સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવાની તક મળશે.