ગુજરાતમાં મેઘતાંડવ:સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાત કોરુ ધાકોર, રાજ્યમાં સિઝનનો 69 ટકા વરસાદ થયો

અમદાવાદએક મહિનો પહેલા
  • જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ તેમજ અમદાવાદ સહિતમાં 1થી 18 ઇંચ જેટલો વરસાદ
  • અમદાવાદમાં ગોતા, ચાંદલોડિયા, સોલા, સાયન્સ સિટી, એસજી હાઇવે, તરફ ભારે વરસાદ
  • ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમને પણ એલર્ટ રહેવા સૂચના

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકા તાલુકામાં 20 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, ડાંગ, વલસાડ તેમજ અમદાવાદમાં 1થી 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ હજી ઓછું છે. રાજ્યનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવા આવી છે. જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવવા CM ભૂપેન્દ્ર પટેલ જશે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ચોમાસું ફરી સક્રિય થતાં આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળિયું વાતાવરણ હોવા છતાં ભારે વરસાદ પડ્યો ન હતો. રવિવારે અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતા, જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડીગ્રી અને લઘુતમ 25.2 ડીગ્રી નોંધાયું હતું. આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ વરસાદની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. અમદાવાદમાં ગોતા, ચાંદલોડિયા, સોલા, સાયન્સ સિટી, એસજી હાઇવે, જગતપુર તરફ ભારે વરસાદ શરૂ થયો છે.

સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ(મિમિ)
જુનાગઢમાંગરોળ151
જુનાગઢકેશોદ108
જુનાગઢમાળીયા88
જુનાગઢવંથલી73
જુનાગઢજુનાગઢ શહેર47
જુનાગઢજુનાગઢ47
રાજકોટકોટડા સાંગાણી45
રાજકોટગોંડલ41
ગીર સોમનાથતલાલા37
નવસારીગણદેવી36
ગોંડલમાં 2 કલાકમાં સવા બેઇંચ વરસાદ.
ગોંડલમાં 2 કલાકમાં સવા બેઇંચ વરસાદ.

24 કલામાં 15 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ(ઇંચ)
રાજકોટલોધિકા20
જૂનાગઢવિસાવદર18
જામનગરકલાવાડ16
રાજકોટરાજકોટ12
રાજકોટધોરાજી10
જૂનાગઢજૂનાગઢ8
જૂનાગઢજૂનાગઢ શહેર8
રાજકોટકોટડા સાંગાણી8
રાજકોટગોંડલ7
રાજકોટજામકંડોરણા7
વલસાડકપરાડા7
રાજકોટપડધરી7
વલસાડધરમપુર6
પોરબંદરરાણાવાવ6
ગીર-સોમનાથતલાલા5

NDRF-SDRFની ટીમને એલર્ટ રહેવા સૂચના
બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે 4 દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.

ગોંડલ શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળ્યાં પાણી.
ગોંડલ શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળ્યાં પાણી.

18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડશે
હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે હાલમાં લો-પ્રેશર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનની સાથે ઉત્તર ગુજરાત-કચ્છની આસપાસ સક્રિય થયું છે તેમજ બંગાળની ખાડીનું વેલમાર્ક લો-પ્રેશર પાંચ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે, અમદાવાદમાં 1થી 3 ઇંચ તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

ગોંડલમાં ધોધમાર વરસાદ.
ગોંડલમાં ધોધમાર વરસાદ.

અમદાવાદમાં કેમ ભારે વરસાદ નથી?
વરસાદ વધુ કે ઓછો પડે એ અપર સર્ક્યુલેશન, પવનની દિશા પર આધાર રાખે છે. અપર એર સર્ક્યુલેશન ભલે ઉત્તર ગુજરાત પર સક્રિય હોય, પણ પવનનું કન્વર્ઝન સૌરાષ્ટ્રમાં થતું હોય તો સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડે છે, જેને કારણે ઉત્તર ગુજરાતમાં સર્ક્યુલેશન સક્રિય હોય છતાં વરસાદ લાવે એવાં વાદળો અમદાવાદ સુધી ન પહોંચતાં ભારે વરસાદ પડતો નથી.

અન્ય સમાચારો પણ છે...